ફાલતું EMAILથી ભરાઈ ગયું છે તમારું Gmail? આ રીતે એક સાથે ડિલીટ કરો બેકાર EMAIL

Gmail એ વિશ્વભરની એક લોકપ્રિય ઈમેલ સુવિધા છે. આજના સમયમાં, કરોડો યુઝર્સ આ સેવાનો ઉપયોગ કરે છે અને તેનો ઉપયોગ લોકો પર્શનલ અન પ્રોફેશનલ્સ લેવલે પણ કરે છે. હવે 1 જૂનથી, ગૂગલ ફ્રી અનલિમિટેડ સ્પેસ બંધ કરવા જઈ રહ્યું છે, જેમાં ગૂગલ ફોટોઝ પરનો અનલિમિટે સ્ટોરેજ પણ બંધ થઈ જશે. એવામાં જો તમારા ઈમેલમાં નકામા મેલ હોય તો તમે તેને તમે ડિલીટ કરી શકો છો. એ વાત દરેક જાણતા હોય છે કે આપણને અવારનવાર ઈમેલ પર પ્રમોશનલ ઈમેલ આવતા હોય છે અને તે ખૂબ સ્ટોરેજ રોકતા હોય છે. તો આ પ્રકારના બિનજરૂરી ઈમેલને ડિલીટ કરવાથી તમે વધુ સ્પેસ તમારા જરૂરી ઈમેલ માટે યુઝ કરી શકશો.

હવે Google તેના એક અકાઉન્ટ સાથે 15 જીબી ફ્રી સ્ટોરેજ આપી રહ્યું છે, આ ફ્રી સ્ટોરેજમાં જીમેલ, ગૂગલ ફોટોઝ, ગૂગલ ડ્રાઇવ વગેરે જેવી બધી ગૂગલ સેવાઓ શામેલ છે. એટલે કે, આ બધા માટે કુલ 15 જીબી ફ્રી સ્પેસ જ આપવામાં આવી રહી છે. અહીં અમે તમને સ્ટોરેજ નકામી વેડફાઈ નહીં તેમ માટેની એક સરળ રીત જણાવી રહ્યા છીએ.

Gmail માં સ્ટોરેજ વધારવા માટે, તમારે પ્રથમ કરવું જોઈએ:

નકામી યુઝમાં આવતી સ્ટોરેજ સ્પેસ વધારવા માટે તમારે પહેલા તમારા ફોન અથવા લેપટોપ પર Gmail એપ્લિકેશન ખોલવી પડશે. તે પછી, ત્યાં તમારે સર્ચબાર પર જવું પડશે અને “has:attachment larger:10M” ટાઈપ કરવું પડશે. તેનાથી તમને એ ઈમેલ મળશે જેની સાઈઝ 10MB કરતા વધુ હશે. જો તમે આના કરતા મોટી સાઈઝના ઈમેલ ડિલીટ કરવા માંગતા હોવ તો તમે સર્ચ બારમાં 10 MB કરતા મોટી સાઈઝ લખી શકો છો.

પછી સચ રિઝલ્ટમાં એ બધા ઈમેલ આવશે જેની સાઈઝ 10 MB કરતા વધુ હશે. હવે તમારે એ બધા ઈમેલને સિલેક્ટ કરવાના છે જેને તમે ડિલીટ કરવા માગો છો અને ત્યાર બાદ ડિલીટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર બાદ ટ્રેશ સેક્શનમાં જઈને એમ્પ્ટી ટ્રેશ બટન પર ક્લિક કરી બધા ટ્રેશમાં રહેલા ઈમેલ પણ ડિલીટ કરવાના રહેશે. આ રીતે તમે બધા બિનજરૂરી સ્ટોરેજને સરળતાથી સાફ કરી શકો છો.
જો તમે ઈચ્છો છો કે તમને કોઈ પણ પ્રકારના પ્રમોશનલ અથવા બિનજરૂરી ઈમેલ ન મળે, તો તે માટે તમારે બિન-આવશ્યક ઈમેલ્સને અનસબ્સ્ક્રાઇબ કરવું જોઈએ. તે પછી તમારે જૂના ઈમેલ ડિલીટ કરી નાખવા જોઈએ. જો તમે કોઈપણ વેબસાઇટ પર ન્યૂઝલેટર્સ અથવા પ્રમોશન માટે સાઇન અપ કર્યું હશે, તો તમારે તે પછી આ કરવું પડશે. તેના માટે તમારે અનસબ્સ્ક્રાઇબ લિંક પર ક્લિક કરવું પડશે અને તે ઈમેલ્સ બંધ કરવા પડશે. જો તમે પ્રમોશનલ ઈમેલ સેવામાં સબ્સ્ક્રાઇબ કર્યું હશે, તો તેમના મેલને રોકવામાં થોડો સમય લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *