સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે દૂધવાળાએ કર્યો આ ‘જુગાડ’, થઈ રહ્યા છે વખાણ

હાલના દિવસોમાં મીડિયામાં એક દૂધવાળાનો ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શેર કરવાની સાથે સાથે લોકો તેની પર પોતાની ટિપ્પણી પણ આપી રહ્યા છે. વાસ્તવમાં આ ફોટો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે અપનાવવામાં આવેલા ‘જુગાડ’નાં કારણે ખૂબ ચર્ચામાં છે. ફોટોને છત્તીસગઢના IAS અધિકારી અવનીશ શરણે શેર કાર્યો છે.

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા દૂધવાળાની ટ્રિક

વાસ્તવમાં દૂધવાળાએ પોતાના બાઈક પર દૂધના સામાનની વચ્ચે એક લાંબો પાઈપ મૂકી દીધો છે. આ પાઈપ મારફતે તે ગ્રાહકોને દૂર રહીને દૂધ આપી શકે છે. આમ દૂધ વેચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગના એક અલગ પ્રકારના ‘જુગાડ’ પર મીડિયા જ્યાં લોકોને તેના પરથી શિખામણ લેવાની સલાહ આપે છે ત્યાં કેટલાંક લોકોએ તેના પર સવાલ પણ ઉઠાવ્યા છે. એક કોંગ્રેસના કાર્યકર્તાએ લખ્યું કે ‘આમને તો સમજમાં આવી ગયું પણ આજે પણ ઘણાં ભણેલા લોકોને સમજમાં નથી આવી રહ્યું. કદાચ આ ફોટો જ તેમને કંઈક સમજાવી દે.’ વળી અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે ‘પૈસા કેવી રીતે લેતો હશે?’

ભારતમાં કોરોના વાયરસનું ઇન્ફેકશન રોકવા માટે 17 મે સુધી લોકડાઉન ચાલુ છે. તજજ્ઞોના જણાવ્યા અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ ઇન્ફેકશનથી બચવાનો સારો ઉપાય છે. આ ઉપાયને અપનાવીને દૂધ વેચનારે અલગ પ્રકારની ટ્રિક અપનાવી છે જેનાથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ થાય અને દૂધ પણ વેચાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *