શું કારના ટાયરોમાં નાઈટ્રોજન ગેસ વાપરવો સારો ઉપાય છે?

તમે એ જાણતા હશો કે કારના ટાયરોમાં નાઈટ્રોજન ગેસ વાપરવામાં આવે તો તે ગેસ ટાયરને ઠંડુ રાખે છે, પણ કેવી રીતે એ કદાચ તમને ખ્યાલ ન હોય. તો ચાલો આપને જાણીએ કે ખરેખર આ ગેસ કેવી રીતે ટાયરને ઠંડુ રાખવામાં ઉપયોગી છે.

વૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો આપ જાણો છો કે વાતાવરણમાં નાઈટ્રોજનનું પ્રમાણ 78% અને ઓક્સીજનનું પ્રમાણ માત્ર 21% છે. બાકીના 1% ભાગમાં બાષ્પ, કાર્બન ડાયોક્સાઈડ અને અન્ય ગેસ રહેલા છે. જેવી રીતે ગેસ ગરમ થવાથી ફેલાય છે અને ઠંડો થવાથી સંકોચાય છે, તે જ રીતે ટાયરમાં રહેલી હવા સાથે પણ થાય છે અને તેનો અસર આપણી કારના ટાયરના પ્રેશર પર પડે છે. એ જ કારણે આપણે સમયે સમયે કારના ટાયરના પ્રેશરને ચેક કરાવતા રહેવું જોઈએ.

નાઈટ્રોજન ગેસની વાત કરીએ તો ટાયરના રબરના માધ્યમને કારણે નાઈટ્રોજનની ફેલાવાની સંભાવના ઓછી છે અને આ જ કારણથી ટાયરમાં પ્રેશર લાંબા સમય સુધી સ્થિર રહે છે. જો તમે જોયું હોય તો ફોર્મુલ્યા વન રેસમાં ચાલતી દરેક ગાડીના ટાયરમાં નાઈટ્રોજન ગેસનો જ ઉપયોગ કરવામાં આવે છે.

સાદી હવા ભરાવવાની બીજી સમસ્યા Humidity છે, જેનાથી તમારી કારના ટાયરને નુકસાન થાય છે. સાદી હવામાં બાષ્પ(ભેજ) રહેલો હોય છે ને ટાયરના પ્રેશર પર અસર કરે છે અને સાથે જ કારની સ્ટીલ અને એલ્યુમિનિયમની રીમને પણ નુકસાન કરે છે.

નાઈટ્રોજન ગેસ ટાયરમાં ભરવાથી ટાયરમાં રહેલો ઓક્સીજન ડાયલ્યુટ થઈ જાય છે અને તેમાં રહેલ ભેજ(બાષ્પ)ને નષ્ટ કરી દે છે અને તેનાથી ટાયરની રીમને પણ નુકસાન થતું નથી.

લોકોમાં એ ગેરસમજ હોય છે કે નાઈટ્રોજન ગેસના ઉપયોગથી કારનું હેન્ડલિંગ અને માઈલેજ વધી જાય છે તો એવું વાત ખોટી છે. પણ હા, એનાથી તમારા ટાયરનું મેન્ટેનન્સ પર સારી અસર પડે છે. નાઈટ્રોજન ગેસ ભરાવ્યા પછી તમારે પ્રેશર રેગ્યુલર સમયે ચેક કરાવતા રહેવું જોઈએ. સાદી હવા ભરાવવા કરતા નાઈટ્રોજન ગેસ ભરાવવું થોડું મોંધુ છે પરંતુ ઓવરઓલ નાઈટ્રોજન ગેસનો ઉપયોગ ખોટનો સોદો નથી કારણકે સુરક્ષાની દ્રષ્ટીએ તે તમારા માટે હંમેશાં ફાયદાકારક જ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *