છત્રસાલ સ્ટેડિયમ ખાતે બે જૂથોની લડાઈમાં 23 વર્ષીય રેસલર સાગર રાણાની હત્યા બાદ ફરાર થયેલા ઓલિમ્પિક વિજેતા સુશીલ કુમારની આજે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સુશીલ કુમાર પર એક લાખનું ઇનામ રાખ્યું હતું. સુશીલ ઉપરાંત અજયની પણ ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસે માહિતી આપી છે કે, “ઇન્સ્પેક્ટર શિવકુમાર, ઇન્સ્પેક્ટર કર્મબીર અને એસીપી અત્તર સિંહની આગેવાની હેઠળના વિશેષ સેલે સુશીલ કુમાર અને અજયની દિલ્હીના મુંડકાથી ધરપકડ કરી છે.” આ અગાઉ, દિલ્હીની રોહિણી કોર્ટે મંગળવારે સુશીલના આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી.
Delhi: Wrestler Sushil Kumar has been arrested by a team of Delhi Police Special Cell in Mundka area
(Pic source: Delhi Police) pic.twitter.com/plAfplKbix
— ANI (@ANI) May 23, 2021
સુશીલ પર 1 લાખ અને અજય પર હતું 50 હજારનું ઇનામ
જણાવી દઈએ કે દિલ્હી પોલીસે ફરાર સુશીલ કુમાર સંબંધિત માહિતી આપવા બદલ એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. આ ઉપરાંત સુશીલ સાથે ફરાર થઈ ગયેલા અજય પર પણ પોલીસે 50 હજાર રૂપિયાનું ઇનામ રાખ્યું છે. પોલીસે બંને સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી.
શું છે આખી ઘટના?
આરોપ છે કે સુશીલ કુમાર અને કેટલાક અન્ય રેસલરોએ 4 મેની રાત્રે દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ સંકુલમાં કથિતરૂપે મારપીટ કરી હતી, તે ઘટનામાં રેસલર સાગર રાણાનું મૃત્યુ થઈ ગયું હતું અને સાગરના મિત્ર સોનુ અને અમિત કુમાર ઈજાગ્રસ્ત થયા હતા. સુશીલ કુમાર વતી દલીલ કરતાં તેમના વકીલે કહ્યું કે સુશીલ કુમારને જે બનાવમાં આરોપી બનાવવામાં આવ્યો છે તે કેસમાં જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેમાં ન તો પ્રત્યક્ષ સાક્ષીનું કોઈ નિવેદન છે અને ન તો એ લખ્યું ચ કે કોણે કોની ઉપર ગોળી ચલાવી. જેટલી પણ ગોળી ચલાવાયેલી હતી તે હવાઈ ફાયર હતી અને જો ગોળી વાગવાથી મૃત્યુ નથી થયું, તો 302 નો કેસ કેવી રીતે બન્યો?