18 થી 44ની વયના લોકોના ઓન સ્પોટ રજીસ્ટ્રેશન વિશે જાણો આરોગ્ય અગ્ર સચિવે શું કહ્યું?

રાજ્યમાં 18 થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોટ રજીસ્ટ્રેશનથી થઈ શકશે તેવા અહેવાલોના સંદર્ભમાં સ્પષ્ટતા કરતા આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ રાજ્યમાં આ પ્રથા હાલ ચાલુ કરવામાં આવી નથી તેમ જણાવ્યું છે.

આરોગ્ય અગ્ર સચિવે વધુમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા ઓનલાઇન પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત રહેશે.

રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે એટલે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોટ રજીસ્ટ્રેશનથી વેક્સિનેશન પ્રક્રિયા ગુજરાતમાં હાલ કાર્યરત કરવામાં આવી નથી તેમ પણ તેમણે ઉમેર્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *