આજનું રાશિભવિષ્ય – આ રાશિના લોકો કાયદાકીય પ્રશ્નોમાં ફસાઈ શકે છે

મેષ – આજે તમે ખૂબ પ્રસન્ન રહેશો. ધંધાનો ઉત્તમ વિકાસ તમારા મનોબળને વેગ આપશે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. સાહિત્ય અને કલાના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને માન મળશે. તમારી વૈચારિક શૈલીમાં નવીનતા આવશે. અટવાયેલા નાણા પરત મળવાના યોગ છે.

વૃષભ – બિઝનેસમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી અસ્થિરતા વચ્ચે આશાની નવી કિરણ ઉભરાશે. પરસ્પર સંબંધોને ખાટા ન થવા દો. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બીજાની સમસ્યાઓમાં તમારી જાતને ફસાવશો નહીં. થાક અનુભવશો. ઓફિસમાં પોતાની નિપુણતા સાબિત કરી શકશો.

મિથુન – સંબંધમાં મધુરતા વધશે. પૈસાના વ્યવહારને લઈને થોડો વિવાદ થઈ શકે છે. પ્રેમ સંબંધ અંગે ધૈર્ય દાખવવું. સલામતીનાં નિયમોનું પાલન કરો. ઓફિસના સાથીઓ તમારાથી ખૂબ ખુશ રહેશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કારકિર્દીના ઉત્તમ વિકલ્પો મળી શકે છે.

કર્ક – વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે બેદરકારી દાખવવી નહીં માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકોને બોસ સાથે પરેશાની થઈ શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં પરસ્પર સમજણ જરૂરી છે. વધુ પડતા વિચારોના કારણે મૂંઝવણ થઇ શકે છે.

સિંહ – નવા બિઝનેસના આઈડિયા મળશે. કોઈ સબંધી તરફથી તમને સારા સમાચાર મળશે. જૂની કંપનીનો અનુભવ તમને ખૂબ મદદ કરશે. જીવનસાથીના પ્રેમાળ વર્તનથી તમને આનંદ થશે. બિઝનેસ ડીલથી તમને લાભ થશે. આજે તમે પરોપકાર્યને ખૂબ મહત્ત્વ આપશો.

કન્યા – પોતાનું કામ કઢાવવા આજે તમે સ્વાર્થી પણ બની શકો છો. ઉત્પાદન સંબંધિત પ્રોજેક્ટ્સ માટે, નવો ઓર્ડર લેતા પહેલા પૈસાની વ્યવસ્થા કરી લેવી હિતાવહ છે. કોઈ સમસ્યા હોય તો મિત્ર સાથે સમસ્યાઓ શેર કરો. લોન વગેરેને લીધે કેટલાક કામ અટકી શકે છે. તમારી નજીકનું કોઈ તમને ચીટ કરી શકે છે, તેથી જ સાવચેત રહો.

તુલા – સામાજિક કાર્યથી તમને ઘણી પ્રસિદ્ધિ મળશે. બેંકિંગ સંબંધી અટકેલા કામ સરળતાથી થઈ શકશે. બાળકો તમારું નામ રોશન કરશે. બોસ તમારા પ્રદર્શનથી ખૂબ ખુશ હશે અને તમારી પ્રશંસા કરી શકે છે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. સરકારી કારણોસર થોભેલા કામમાં વેગ મળશે.

વૃશ્ચિક – બિનજરૂરી કારણોસર તમારે ઘરની બહાર જવું પડી શકે છે. અધિકારીઓ સાથે દલીલ કરશો નહીં. મોંધી વસ્તુઓ ખરીદવાથી બજેટ ખોરવાઈ શકે છે. તમારા નિત્યક્રમને વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રાખો. તળેલું અને બહારનું ભોજન ટાળો.

ધન – ધાર્મિક વલણને કારણે ઘરના લોકો તમારીથી ખુશ રહેશે. ગ્રાહકો તમારાથી ખૂબ ખુશ રહેશે. ઉત્તમ કાર્ય બદલ તમને એવોર્ડ પણ આપવામાં આવી શકે છે. પોતાની ખામીઓ ઉપર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરવો. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટી સફળતા મળી શકે છે. પબ્લીક રિલેશનણો સારો લાભ મેળવી શકશો

મકર – જીવનસાથી તમારી પાસેથી કોઈ ભેટની અપેક્ષા રાખી શકે છે. તમારી વાણીને નિયંત્રિતમાં રાખવી હિતાવહ છે. બધા કાર્ય કાળજીપૂર્વક કરવા. પ્રોપર્ટીના વેચાણ અને ખરીદીને લઇને થોડું કન્ફયુઝન રહેશે. ઉતાવળને કારણે તમારું કામ બગડશે. ભવિષ્ય સંબંધી ડીલ થશે.

કુંભ – મિત્રો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. તમે કંઇક નવું શીખવાનો પ્રયત્ન કરશો. કામ અંગે તમે નવું પ્લાનિંગ કરી શકો છો. સંતાન તરફથી સહયોગ મળશે. ડહાપણ અને સમજદારીથી નિર્ણય લેશો. તમારા અધિકારોમાં વૃદ્ધિ થશે. તમારું મન પ્રસન્ન રહેશે.

મીન – સંતાનનાં લગ્ન બાબતે આવતી અડચણ દૂર થશે. લગ્નેત્તર સંબંધોથી દૂર રહેવું. બીજાની વાતમાં આવવું નહીં. સિઝનલ માંદગીથી સાચવવું. તમારે કોઈ પર પૂરો ભરોસો ન કરવો. કાયદાકીય પ્રશ્નોમાં ફસાઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *