આર્થિક તંગીના કારણે ઓસ્ટ્રેલિયન બોલર સુથારી કામ કરવા મજબૂર, દેશને જીતાડી ચૂક્યો છે વર્લ્ડકપ

કોઈને ખબર નથી હોતી કે જીવન ક્યારે કોને કયા તબક્કે ક્યાં લાવીને ઉભો કરશે. વાસ્તવમાં, અમે વાત કરી રહ્યા છીએ પૂર્વ ઓસ્ટ્રેલિયન સ્પિનર ​​ઝેવિયર ડોહર્ટીની. નાણાંકીય કટોકટીથી પરેશાન ડોહર્ટી જીવનનિર્વાહ માટે હાલમાં સુથારી કામ કરી રહ્યો છે.

2017માં લીધી હતી ક્રિકેટમાંથી નિવૃત્તિ

વાસ્તવમાં ડોહર્ટી વર્ષ 2017 માં ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હતો. ક્રિકેટને અલવિદા કહ્યા પછી તે ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. જીવન નિર્વાહ માટે તેને સુથારી કામ કરવું પડે છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશને તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ડોહર્ટી બિલ્ડિંગ સાઇટ પર ટૂલ્સ સાથે સુથારી કામ કરતો જોવા મળે છે.

ક્રિકેટ છોડ્યું હતું ત્યારે વિચાર્યું ન હતું …

આ વીડિયોમાં ડોહર્ટીએ કહ્યું કે જ્યારે મેં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી ત્યારે વિચાર્યું ન હતું કે આગળ જઈને શું કરીશ. એવામાં શરૂઆતના 12 મહિના સુધી મને જે કામ મળ્યું તે મેં કર્યું. એના અંતર્ગત મેં લેન્ડસ્કેપિંગ, ઓફીસનું કામ અને થોડું ક્રિકેટ સંબંધિત કામ પણ કર્યું.

મારો ખર્ચ પણ ઘટી ગયો

તેણે આગળ કહ્યું કે જ્યારે ક્રિકેટ સમાપ્ત થઈ જાય છે ત્યારે ખબર પડે છે કે પૈસા કેવી રીતે આવે છે. મગજમાં વાતો ચાલતી રહે છે કે આગળ શું થશે. જીવન કેવું રહેશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશનની ટ્રાન્ઝીશન મેનેજર કાર્લાએ ફોન પર મદદ કરી. સાથે જ ભણવા માટે પણ પૈસા મળ્યા. તેનાથી આર્થીક સહાયતા મળી અને મારો ખર્ચ પણ ઘણો ઘટી ગયો.

ઓસ્ટ્રેલિયા માટે રમી છે 4 ટેસ્ટ, 60 વન-ડે અને 11 ટી-20

જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા માટે ડોહર્ટીએ 4 ટેસ્ટ, 60 વન-ડે અને 11 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટમાં તેના નામે સાત વિકેટ, વન-ડેમાં 55 અને ટી-20માં 10 વિકેટ નોંધાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *