ઉનાળામાં બનાવો ઠંડા અને ટેસ્ટી બ્રેડ દહીંવડા

દહીંવડાનું નામ સંભાળતાની સાથે જ મોમાં પાણી આવી જાય છે. પણ અમે આજે તમને જે દહીંવડાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ તે અલગ પ્રકારના છે. તેનું નામ છે બ્રેડ દહીંવડા. તો ચાલો જાણી લઈએ બ્રેડ દહીંવડા બનાવવાની રેસિપી.

સામગ્રી:

  • બ્રેડની સ્લાઈસ – 4
  • મગ ફોતરા વગરની દાળ – 1 ચમચી
  • અડદની દાળ – અડધો કપ
  • મીઠું – સ્વાદાનુસાર
  • તેલ – 2 કપ
  • ખાંડ – 2 ચમચી
  • પાણી – 2 કપ
  • આંબણીની ચટણી – 2 ચમચી
  • કોથમીર-ફુદીનાની ચટણી – 2 ચમચી
  • તીખા લીલા મરચા – 2 નંગ
  • ચાટ મસાલો – 1 ચમચી
  • હીંગ – 1 ચમચી
  • ખાવાનો સોડા – 1 ચપટી
  • સમારેલી કોથમીર – 1 ચમચી
  • દહીં – 2 કપ
  • આદુ – અડધો ટુકડો
  • શેકેલું જીરૂ પાઉડર – 2 ચમચી
  • લાલ મરચું પાઉડર – 1 ચમચી
  • ગરમ મસાલો – 1 ચમચી
  • છીણેલું સૂકુ નારિયેળ – 2 ચમચી
  • કાજુ – 4-5 નંગ
  • બદામ – 4-5 નંગ
  • સૂકી દ્રાક્ષ – 1 ચમચી

બ્રેડ દહીંવડા બનાવવાની રીતઃ

  • એક બાઉલમાં મગની ફોતરા વગરની દાળ અને અડદ દાળ પાણીથી વ્યવસ્થિત રીતે ધોઈ લો.
  • ત્યાર બાદ તેમાં પાણી ઉમેરીને 8-10 કલાક માટે પલાળવા મૂકી દો.
  • દાળ પલળી જાય એટલે તેમાંથી પાણી નિતારી લો.
  • હવે એક બ્લેન્ડર જાર લો. તેમાં પલાળેલી દાળ, લીલા મરચા, આદુ, હીંગ, મીઠું, ખાવાનો સોડા તેમજ થોડું પાણી લઈને ક્રશ કરી લો.
  • પેસ્ટ તૈયાર થઈ જાય ત્યાર બાદ તેને એક બાઉલમાં લઈ લો. હવે સ્ટફિંગ બને ત્યાં સુધી તેને બાજુમાં રાખી દો.

સ્ટફિંગ બનાવવા માટેની રીત:

  • એક બાઉલ લો. તેમાં બદામની કતરી, કાજુની કતરી, સૂકી દ્રાક્ષ અને છીણેલું સૂકું નારિયેળ લઈને મિક્સ કરી લો.

બ્રેડ દહીંવડા બનાવવાની રીતઃ

  • બ્રેડની સ્લાઈસની કિનારી કાપી લો. એક બાઉલમાં થોડું પાણી લો.
  • બ્રેડની સ્લાઈસને તેમાં મૂકીને તરત પાણી બહાર કાઢી લો.
  • તેમાં બનાવેલું સ્ટફિંગ ભરીને ચારેબાજુથી કવર કરીને તેને ટિક્કી જેવો શેપ આપો.
  • આ રીતે તમામ વડા તૈયાર કરી લો.
  • એક પેનમાં તેલ લઈને ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે વડાને દાળમાંથી બનાવેલી પેસ્ટમાં ડૂબાડીને તેલમાં તળી લો. આ રીતે બધા વડા બનાવી લો.
  • વડા તળાઈ જાય એટલે તેને પ્લેટમાં લઈને ઠંડા થવા દો.

ફાઈનલ સ્ટેપ:

  • એક મોટો બાઉલ લો. તેમાં દહીં, ખાંડ, થોડું પાણી અને હીંગ ઉમેરીને બધુ સરસ રીતે મિક્સ કરી લો.
  • હવે એક સર્વિંગ પ્લેટ લો. તેમાં વડા મૂકો.
  • ઉપરથી તૈયાર કરેલું ગળ્યું દહીં, આંબલીની ચટણી તેમજ કોથમીર-ફુદીનાની ચટણી પાથરો.
  • હવે તેની ઉપર ચાટ મસાલો, સમારેલી કોથમીર, ગરમ મસાલો સ્પ્રિંકલ કરીને સર્વ કરો.
  • આમ તૈયાર છે તમારા ટેસ્ટી બ્રેડ દહીંવડા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *