તીખું લાગતું મરચું સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

ઘણાં લોકો સ્પાઈસી ફૂડ ખાવાના રસિયા હોય છે. મરચું માત્ર ભોજનમાં તીખાશનો સ્વાદ જ નહીં પરંતુ તેનો રંગ પણ બદલે છે. યોગ્ય માત્રામાં મરચું સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ ગણાય છે. લાલ મરચાં ણો ઉપયોગ ઘણી દવાઓમાં પણ થાય છે. લીલું મરચું આંખો માટે ખૂબ ફાયદાકારક છે.

ફૂડ અને ન્યુટ્રીશન એક્સપર્ટ ડો. સિમરન સૈની અનુસાર પોતાના આહારમાં લાલ કે લીલાં મરચાંનું સેવન કરવાવાળા લોકો શારીરિક રીતે તો સ્વસ્થ્ય રહે જ છે પણ તેમને હાર્ટએટેકનું જોખમ પણ ઘટી જાય છે.
મરચું માત્ર આપણી જીભના ચટકાને સંતુષ્ટિ નથી આપતું પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણું લાભકારી છે. મરચાં એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે જે ખાદ્ય પદાર્થોને ઓક્સીડેશનની પ્રકિયા પૂર્ણ કરવામાં મદદ કરે છે જેનાથી શરીરના કોષો સ્વસ્થ રહે છે.

જે વ્યક્તિનું બ્લડ સર્ક્યુલેશન જેટલું સારું, તેની ઇમ્યુનિટી લેવલ એટલું જ મજબૂત હોય છે. આપણા આખા શરીરમાં ન્યુટ્રીયન્ટ્સ, ઈલેક્ટ્રોલાઈટ્સ, હોર્મોન્સ, હીટ અને ઓક્સીજનનું વહન રક્ત દ્વારા થાય છે. મરચું આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે. વ્યક્તિની ઇમ્યુનિટી પર તેના સ્વાસ્થ્યનો આધાર રહેલો છે. અને ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ પ્રદાન કરવાનું કામ પણ રક્ત જ કરે છે. યોગ્ય માત્રામાં મરચાંનું સેવન કરવાથી રક્તસંચાર સારું થાય છે અને ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે.

મરચાંમાં વિટામીન C, પોટેશિયમ અને મેંગેનીઝ હોય છે, જે શરીર માટે ખૂબ લાભકારક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *