કોરોના મહામારીમાં ઈમ્યૂનિટી વધારવા માટે આ રીતે ઘરે જ બનાવો હર્બલ ટી

હાલના સમયમાં વાયરલ ફિવર, શરદી, ખાંસી અને વાયરલ સંક્રમણની ચપેટમાં આવવાથી લોકોને ખતરો વધી ગયો છે અને બીજી બાજુ કોરોના મહામારીએ દુનિયાભરના લોકોને પરેશાન કરી નાંખ્યા છે. એવામાં તમારી ઇન્યૂનિટી સ્ટ્રોંગ હશે તો તમને સંક્રમણ થવાની સંભાવના ઘટી શકે છે. આજે અમે તમને હર્બલ ટી બનાવવાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી ઈમ્યૂનિટીને સ્ટ્રોંગ કરવામાં કારગર સાબિત થશે અને શરદી ઉધરસ જેવી સમસ્યામાં તમને રાહત આપશે.

સામગ્રી:

તુલસીના પાન – 1/2 કપ
ફુદીનાના પાન – 1/4 કપ
આદુ – 1 ચમચી
મધ – 2 ચમચી

હર્બલ ટી બનાવવાની રીત:

  • સૌથી પહેલા તુલસી, ફુદીનો, આદુ અને અડધો કપ પાણી ગ્રાઇન્ડરમાં ઉમેરો અને તેની પેસ્ટ બનાવો.
  • ત્યાર બાદ ધીમી આંચ પર એક તપેલી ગરમ કરી લો.
  • હવે તેમાં પેસ્ટ અને દોઢ ગ્લાસ પાણી ઉમેરો. ત્યાર બાદ તેને લગભગ પાંચેક મિનિટ સુધી ઉકાળો.
  • હવે ગેસ બંધ કરી તેણે ગરણી વડે ગાળી લો.
  • હવે તેમાં 2 ચમચી મધ ઉમેરો.
  • લ્યો, તૈયાર છે તમારી સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વર્ધક હર્બલ ટી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *