આ સ્થળે લોકડાઉન 24 મે સુધી વધારવામાં આવ્યું

દિલ્હીમાં કોરોનાની ગતિને રોકવા માટે લોકડાઉન હવે વધુ એક અઠવાડિયા સુધી લંબાવવામાં આવ્યું છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કોરોના સંક્રમણની ચેઈનને તોડવા માટે 17 મેના દિવસે સમાપ્ત થતા લોકડાઉનને હવે 24 મે સુધી લંબાવવા માટેના આદેશ આપ્યા છે. આ ઉપરાંત CM કેજરીવાલે વેક્સીનની ઘટને લઈને પણ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે.

દિલ્હીના CM કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં લોકડાઉનના કારણે સારી અસર જોવા મળી રહી છે. 26 એપ્રિલ પછીથી ધીમે ધીમે નવા કેસમાં ઘટાડો આવી રહ્યો છે અને છેલ્લા 2-3 દિવસમાં સંક્રમણનો દર પણ ઘટતો જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે લોકડાઉન દરમિયાન હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનોને મજબૂત કરવામાં આવ્યા છે.

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં આવતીકાલ સુધી લોકડાઉન હતું જેને દિલ્હીમાં સારા સ્તરની રિકવરીને ધ્યાનમાં રાખતા અથવા કોરોના ઝડપથી ઘટી રહ્યો છે પરંતુ દિલ્હીએ જે કોરોના કેસ ઘટાડવાના દરમાં જે વૃદ્ધિ હાંસલ કરી છે, અમે નહીં ઈચ્છતા કે તે સમાપ્ત થઇ જાય તેથી એક અઠવાડિયાનું લોકડાઉન વધારી રહ્યા છીએ. આવતા સોમવારના સવારના 5 વગ્યા સુધી લોકડાઉન વધારવામાં આવી રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં સાડા છ હજાર કેસ આવ્યા છે. સંક્રમણનો દર પણ શનિવારથી ઘટી ગયો છે. આશા કરું છું કે આગામી એક અઠવાડિયામાં વધુ રિકવરી થશે. ધીરે ધીરે દિલ્હી ટ્રેક પર આવી રહી છે પણ પ્રતિબંધો અગાઉ જેવા જ રહેશે.

આ અગાઉ તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કોરોનાનો કહેર છવાયો છે. લોકો ઘણાં દુઃખી છે. આ સમય એકબીજા પર આંગળી ઉઠાવવાનો નથી પરંતુ એકબીજાને મદદ કરવાનો છે. મારી ‘AAP’ના દરેક કાર્યકર્તાઓને અપીલ છે કે તેઓ જ્યાં પણ છે, પોતાની આસપાસના લોકોની તન, મન, ધનથી બની શકે એટલી વધુ મદદ કરે. આ સમય સાચી દેશભક્તિનો છે, આ જ ધર્મ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *