8 જૂન સુધી ફરી એકવાર લંબાવવામાં આવ્યું આ રાજ્યમાં લોકડાઉન

બિહાર સરકારે કોરોના રોગચાળાને પહોંચી વળવા ફરી એકવાર લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. લોકડાઉન બિહારમાં ચોથી વાર લંબાવવામાં આવ્યું છે. આ માહિતી ખુદ બિહારના CM નીતીશ કુમારે ટ્વીટ કરીને આપી છે. બિહારમાં લોકડાઉનનો આગળનો તબક્કો 8 જૂન સુધી રહેશે. આ અંગે સરકાર દ્વારા નવી ગાઈડલાઈન્સ પણ જાહેર કરવામાં આવશે.

વાસ્તવમાં, બિહારમાં કોવિડ-19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે પહેલીવાર 5 મેના રોજ લોકડાઉન લગાવી દીધું હતું, જે અત્યાર સુધી ત્રણ વખત વધારવામાં આવ્યું હતું અને સોમવારે તે ચોથી વાર લંબાવામાં આવ્યું હતું. પહેલા બિહારમાં લોકડાઉન 15 મે સુધી લાદવામાં આવ્યું હતું, ત્યારબાદ સરકારે પરિસ્થિતિને આધારે 25 મે સુધી તેને લંબાવ્યું હતું. આ પછી, ક્રાઈસિસ મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય લેતાં CMએ 1 જૂન સુધી લોકડાઉન વધારવાની માહિતી આપી હતી.

પહેલાથી જ અટકળો આવી રહી હતી કે બિહારમાં કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે સરકાર લોકડાઉનની અવધિ લંબાવી શકે છે. લોકડાઉન પછી બિહારમાં કોરોનાની ગતિ ખૂબ જ ઘટી રહી છે અને જો આપણે રોજ જોવા મળતા નવા કેસની વાત કરીએ તો તે બે હજારની આસપાસ થઈ ગયા છે.

બિહારમાં લોકડાઉનને કડક ફોલોઅપ કરવાનું પરિણામ છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં, કોરોનાનો ચેપ દરરોજ 15 હજારથી ઘટીને 1500 જેટલો પહોંચી ગયો છે. લોકડાઉનમાં 8 જૂન સુધી ઘણી બાબતોમાં છૂટ મળવાની સંભાવના પણ છે. એવું માનવામાં આવે છે કે દુકાનો ખોલવાના સમયમાં વધુ છૂટ મળી શકે છે. હાલમાં, શહેરી વિસ્તારોમાં સવારે 6 થી 10 વાગ્યા સુધી જ દુકાનો ખોલવાની છૂટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *