આજનું રાશિભવિષ્ય : આ રાશિના લોકોને આજે નોકરીમાં પ્રમોશનના ચાન્સ છે

મેષ – જીવન સાથી પ્રત્યે પ્રેમ અને માન વધશે. નોકરી-ધંધા સંબંધિત સમસ્યાઓનું સમાધાન થશે. ઓફિસમાં તમારું વર્તન દરેક પ્રત્યે ખૂબ સારું રહેશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને સફળતા મળી શકે છે. અગાઉ કરેલી મહેનત માટે તમને સકારાત્મક પરિણામો મળશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે.

વૃષભ – નોકરીમાં પ્રમોશનના ચાન્સ છે. વેપારમાં કેટલાક નવતર પ્રયોગો કરી શકો છો. તમે તમારા વ્યક્તિત્વને અતિશયોક્તિ કરીને લોકોની સામે બતાવવાનો પ્રયાસ કરશો પરંતુ ધ્યાનમાં રાખો કે લોકો તમારા ગુણોને વધુ મહત્ત્વ આપશે. પરિવાર અને સમાજનાં લોકો તમારી પ્રશંસા કરશે.

મિથુન – દિવસ આનંદમાં પસાર કરી શકશો. દૈનિક પૂજા અને જાપ માટે સમય કાઢો. તમારી નજીકના લોકો તમારા નિર્ણયો પર સવાલ કરી શકે છે. તમારી ભૂલોથી શીખવાનો પ્રયત્ન કરો. બપોર પહેલા જરૂરી કાર્યો પૂર્ણ કરો.

કર્ક – તમારા મંતવ્યો બીજા પર લાદશો નહીં. મિત્ર વિશે થોડી ચિંતા રહેશે. તમારી નૈતિક જવાબદારીઓનું પાલન કરો. અજાણ્યાના ડર સતાવશે. સરળતાથી અજાણ્યાઓ પર વિશ્વાસ ન કરવો.

સિંહ – સંગીત અને આર્ટ સાથે સંકળાયેલા લોકોને મોટી તક મળી શકે છે. ધંધામાં આવતા પડકારને ચતુરાઈથી દૂર કરી શકશો. રાજકારણ સાથે સંકળાયેલા લોકોની ખ્યાતિ વધશે. આજે તમે રચનાત્મક વિચારોથી સમૃદ્ધ થશો અને તમને બધે લાભ મળશે.

કન્યા – લોકો તમારી પાસેથી સલાહ-સૂચનની અપેક્ષા રાખશે. બોસ તમને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. અટવાયેલા કાર્ય શરૂ કરવા માટે દબાણ રહેશે. તમે તમારા જીવનસાથી સાથે દૂર કોઈ સ્થળે પ્રવાસની યોજના કરી શકો છો. ઉધાર આપેલા પૈસા પાછા મળે તેવી સંભાવના છે. નોકરોની ગતિવિધિઓ પર ધ્યાન આપો.

તુલા – સંપત્તિને લઈને વિવાદ ઉભા થઈ શકે છે. દિવસની શરૂઆત સારી રહેશે. વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અને અભ્યાસ માટે ઉત્સુક રહેશે. વ્યવસાયિક ભાગીદારો સાથે કોઈ નવી ડીલ કરવા પહેલાં તેને સારી રીતે સમજી લેવી હિતાવહ છે. ઝડપી સફળતા મેળવવા માટે શોર્ટ કટ ટાળો. તમારું મનોબળ ઊંચું રાખો.

વૃશ્ચિક – વિવાહિત જીવનમાં કેટલાક મતભેદ થઈ શકે છે. નિરાશાજનક વિચારોથી દૂર રહો. આજે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળો. વધુ ભાવનાશીલ રહેવું પણ નકારાત્મક હોઈ શકે છે. ઘરે ઓફિસનો તણાવ ન આવવા દો. નેટવર્કિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ફાયદો થઈ શકે છે.

ધન – વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મોટા કેસ મળી શકે છે. તમારા સામાજિક સંબંધો મધુર બનશે. તમારી કાર્યક્ષમતાને લોકોની સામે સાબિત કરવામાં સમર્થ રહેશો. તમારું ધ્યાન સંપૂર્ણપણે તમારા કાર્ય પર રહેશે. આવકમાં વધારો તમારા આત્મવિશ્વાસને વધારશે.

મકર – કાર્યક્ષેત્રમાં તમારા અધિકારને ઘટાડવામાં આવી શકે છે. શારીરિક તકલીફ થઈ શકે છે. બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત રહેશો. તમારા સિદ્ધાંતો અને વિચારો સાથે સમાધાન કરશો નહીં.

કુંભ – તમને આ સમય શાંતિપૂર્ણ રીતે પસાર કરવાની સલાહ આપવામાં આવે છે. ઘરમાં બધુ સારું રહેશે. મીડિયા અને જાહેરાતથી બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. તમારી અંદર પરિપક્વતાનો વિકાસ કરો. પરિવારને ખુશ રાખવા માટે તમે મોંઘી ચીજો ખરીદી શકો છો.

મીન – લોકો તમારી મુશ્કેલી અને પરેશાનીને દરગુજર કરી શકે છે. કોઈ મહત્ત્વની મીટીંગ રદ થવાની સંભાવના છે. ઘર અને ઓફિસ બંનેમાં સંતુલન રાખવું થોડું મુશ્કેલ રહેશે પરંતુ તમે તે કરી શકશો. બિનજરૂરી કારણોસર દોડવું પડી શકે છે. તમારી ક્ષમતાઓનું તટસ્થ રીતે અવલોકન કરો અને વધારાનો ભાર લેવાનું ટાળો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *