આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના લોકો આજે નવા કાર્યનો આરંભ કરી શકે છે…

મેષ – વેપાર-ધંધામાં લાભ થશે. હિસાબ સ્પષ્ટ રાખવા. યાત્રા દરમિયાન સાવધાની રાખવી. ભાવુક થવાના બદલે પ્રેક્ટિકલ બનશો તો જ પ્રશન્ન રહી શકશો.

વૃષભ – જીવનસાથી સાથે વાદ વિવાદ કરવો નહીં. જૂના કાર્ય જલ્દી પૂર્ણ કરી લેવા. આત્મવિશ્વાસ જાળવી રાખવો. જો હાલમાં ઘરે થી જ કામકાજ સાંભળી રહ્યા છો તો તમારા પર કામનું ભારણ વધશે.

મિથુન – લોકોનો તમારા પ્રત્યે વિશ્વાસ વધશે. તમારા જીવનસાથી સાથે આનંદમય સમય પસાર કરી શકશો. ભવિષ્યના પ્લાનિંગ માટે મિત્રો સાથે ચર્ચા કરી શકો છો. સકારાત્મક રહેવું. ઘરની સમસ્યાનો શાંતિમય ઉકેલ લાવવો.

કર્ક – તમારી દિનચર્યા ખૂબ વ્યવસ્થિત રહેશે. પરિવારના સદસ્યો વચ્ચે સારો તાલમેલ જોવા મળશે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને જોબની તક મળી શકે છે. લોકો તમારા કામનો જશ લઈ શકે છે. ગેસ અને એસિડીટીની સમસ્યા થઈ શકે છે.

સિંહ – આજે કામકાજ બાબતે થોડા ચિંતિત રહેશો. ઘરમાં મન નહીં લાગશે. ઘરે મહેમાનનું આગમન થઈ શકે છે. લોકોની મદદ માટે તત્પર રહેશો. બાળકોનું ભણતરમાં ધ્યાન લાગશે. પેટમાં બળતરાની સમસ્યા થઈ શકે છે.

કન્યા – વેપારી લોકોએ ડીલ કરતા સમયે થોડી સાવધાની રાખવી. સુરક્ષા સંબંધી દરેક નિયમનું કડકાઈથી પાલન કરવું. ધનનો અનાવશ્યક ઉપયોગ ટાળવો. ખાનપાન બાબતે સાચવવું.

તુલા – વેપાર-ધંધામાં જૂના સંબંધોનો લાભ મળશે. નવું કાર્ય આજે કરવું હિતકારી રહેશે. જીવનસાથીની ભાવનાઓનું ધ્યાન રાખવું. મહેનતનું સારું પરિણામ મળશે. રાજનીતિથી જોડાયેલા લોકો માટે ખૂબ સારો દિવસ છે.

વૃશ્ચિક – ઓનલાઈન બિઝનેસમાં છો તો તમને સારો લાભ મળી શકે છે. લોકોની તમારા પ્રત્યે અપેક્ષાઓ વધશે. મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગરુક રહેવું. ભાગીદારીમાં નવો બિઝનેસ કરી શકો છો. પૂર્ણ ધ્યાન આપીને પોતાના કાર્ય કરવા.

ધન – તમારું મિત્ર વર્તુળ મોટું થશે. વડીલોની સલાહ-સૂચનથી કાર્ય કરવું. તાવ અને માથું દુખવા જેવી સમસ્યાથી સંભાળવું. ગુસ્સામાં આવેલી તક ગુમાવી ન દો તેની તકેદારી રાખવી.

મકર – મિત્રો સાથે સંબંધ બગડે નહીં તેની તકેદારી રાખવી. કિમંતી વસ્તુઓ સંભળીને રાખવી. પરિવારમાં પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. ઉતાવળ અને બેદરકારીના કારણે કામ બગડી શકે છે.

કુંભ – દામ્પત્યજીવન વધુ આનંદિત બનશે. રાજનીતિ સાથે સંકળાયેલા લોકોને વિશેષ લાભ મળી શકે છે. સારા સમાચાર મળવાથી દિવસ આનંદિત રહેશે. તમારી આવકમાં વધારો થશે.

મીન – પોતાના લક્ષ્યોને યોગ્ય પ્લાનિંગથી પાર પાડી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે. વધુ પડતા થાકના કારણે માથું દુખવા જેવી સમસ્યા થઈ શકે છે. પરિવારના લોકો સાથે વાદવિવાદ ન થાય તેની તકેદારી રાખવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *