અરબાઝ-મલાઈકાના રિલેશન તૂટવાનું આ કારણ ક્યાંક તમારા રિલેશનમાં પણ ન નાખી દે તિરાડ

બોલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને એક્ટર-ડાયરેક્ટર અરબાઝ ખાનની લવ સ્ટોરી કોઈ પણ ફિલ્મી સ્ટોરીથી ઓછી ન હતી પરંતુ જે રીતે તેનો અંત થયો તેણે સૌને હેરાન કરી દીધા હતા. લોકો વિચારી પણ શકતા ન હતા કે તેમનો સંબંધ આ રીતે સમાપ્ત થઈ જશે. ડાઇવોર્સ પછી થયેલા ખુલાસાઓએ તો લોકોને વધુ ચોંકાવી દીધા હતા. કોઈ ને ખબર સુદ્ધાં ન હતી પડી કે આઇડીયલ માનતા આ કપલ વચ્ચે આટલી મોટી પ્રોબ્લેમ હશે અને તેઓ એકબીજાથી અલગ થવાનો નિર્ણય કરી લેશે. મલાઈકા અને અરબાઝના અલગ થવાના સમાચારોની વચ્ચે જ તેમના છૂટાછેડાના કારણો વિશે પણ ઘણાં રિપોર્ટ્સ સામે આવ્યા હતા.

એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર મલાઈકાએ અરબાઝની જુગાર રમવાની લતના કારણે અલગ થવાનો નિર્ણય કર્યો હતો. અરબાઝની આ આદતને લઈને મલાઈકા ખૂબ પરેશાન થઈ ગઈ હતી અને આ કારણે બંને વચ્ચે ખૂબ ઝઘડા થવા લાગ્યા હતા. બંનેએ છેવટે આ વાત સ્વીકારી કે તેમની વચ્ચે આ સંબંધ હવે આગળ નહીં વધી શકે અને તેમણે અલગ થવાનો નિર્ણય કરી લીધો. તમને જણાવી દઈએ કે માત્ર મલાઈકા અને અરબાઝનો જ સંબંધ આ કારણે નથી તૂટ્યો દુનિયાભરમાં આવા ઘણાં કપલ છે જેમને પોતાના પાર્ટનરને આ લતના કારણે છોડવાનો નિર્ણય કર્યો છે. આવો જાણીએ આ લત તમારા રિલેશન પર કેવી ખરાબ અસર પાડી શકે છે.

ફાઇનાન્સિયલ બર્ડન

ઓસ્ટ્રેલિયામાં થયેલી એક સ્ટડી અનુસાર કોઈ એક પાર્ટનરની જુગાર રમવાની આદત પરિવાર પર મોટું આર્થિક બર્ડન નાંખી શકે છે. આ લતમાં સપડાયેલો વ્યક્તિ એ વિચારવાનું પણ છોડી દે છે કે પૈસા પાણીની જેમ ઉડાવવા તેના પરિવાર માટે કેવી કેવી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. આ લતને પૂર્ણ કરવા માટે ઘણાં લોકો તો ઉધારી પણ કરી નાખે છે. આ એવું ચક્ર હોય છે જે પરિવારને મોટા આર્થિક સંકટમાં ફસાવી નાખે છે. ઘણી વાર તો એવી સ્થિતિ આવી જાય છે કે જ્યારે પરિવાર પોતાની દૈનિક જરૂરિયાત પણ પૂરી કરી શકતું નથી

ઈમોશનલ પ્રેશર

જુગારમાં પૈસા લગાવવા અને વારંવાર આ કારણે બંને પાર્ટનર વચ્ચે લડાઈ થવી આખા પરિવારને ઈમોશનલ સ્ટ્રેસમાં લાવી દે છે. પરિવારની જરૂરિયાતને પૂરી કરવાનું ટેન્શન, ગેમ્બલિંગ એડીક્ટ પાર્ટનરના કારણે મુશ્કેલીમાં મુકાઈ જવાનો ડર, બાળકો પર ખરાબ અસર પાડવાનો ડર અને રિલેશનશિપને બગડતા જોવું વ્યક્તિને જબરદસ્ત ઈમોશનલ પ્રેશરમાં નાખી દે છે. ઘણીવાર આ તેમને એટલી હદે તોડી નાખે છે કે વ્યક્તિ ખોટા પગલા પણ ભરી દે છે.

માનસિક રીતે બિમાર થઈ જવું

આ સ્થિતિથી પસાર થતી મહિલાઓ અને પુરુષોને સ્ટ્રેસ અથવા એન્ઝાઈટી જેવી મેન્ટલ હેલ્થ પ્રોબ્લમનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત આ કારણે તેઓ દારૂ કે અન્ય નશાની લતે પણ ચડી શકે છે. તેઓ તેને સત્યથી બચવાનું માધ્યમ બનાવી લે છે અને તે તેમને બીજા અન્ય માનસિક પ્રોબ્લમમાં સાંપડી શકે છે. તેનાથી તેઓ ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે અને તેનાથી તેમને બહાર આવવામાં ઘણો લાંબો સમય નીકળી શકે છે.

અન્ય સંબંધો પણ બગડે છે

પાર્ટનરની જુગાર રમવાની આદતના કારણે જે સ્ટ્રેસ, એન્ઝાઈટી અને ફ્રસ્ટ્રેશન થાય છે તેનાથી અન્ય લોકો સાથે પણ સંબંધો ખરાબ થઈ શકે છે. તેઓ પોતાના મિત્રો અને પરિવારથી પણ દૂર થઈ શકે છે કારણ કે તેમના માટે આ પ્રોબ્લમ બીજા સાથે શેર કરવી શરમજનક અનુભવ હોઈ શકે છે. એવામાં મોટાભાગે મહિલાઓ આ વસ્તુઓ ડિસકસ કરી શકતી નથી અને ધીરે ધીરે તે બધાથી દૂર થવા લાગે છે. આ સ્થિતિને કારણે તેમનું ઈમોશનલ સ્ટ્રેસ વધી જાય છે.

કાઉન્સિલિન્ગ અને છૂટાછેડા

જુગારની આદતથી ગ્રસ્ત વ્યક્તિને મેડિકલ હેલ્પ જરૂર અપાવવી જોઈએ. જોકે તે એના માટે તૈયાર ન થાય તો તમારી મેન્ટલ અને ઈમોશનલ હેલ્થ માટે તેનાથી છૂટા થવાનો નિર્ણય જ યોગ્ય નિર્ણય હોઈ શકે છે. તેનાથી તમને ઈમોશનલ અને મેન્ટલ સ્ટ્રેસના ચક્રમાંથી બહાર નીકળવામાં મદદ મળશે. સાથે જ તમે પોતાના બાળકોનો પણ સારી રીતે ખ્યાલ રાખી શકશો અને જીવન નવી દિશામાં શરૂ કરી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *