VIDEO: ટાઇટેનિકના રોઝ-જેકના અવતારમાં શિલ્પા અને રાજનો વાયરલ વીડિયો

બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કપલ્સમાંથી એક છે. બંને હંમેશાં તેમના ચાહકો અને ફોલોઅર્સને નવા નવા કપલ ગોલ્સ આપતા રહે છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને પોતાના ફોટા અને વીડિયો તેઓ ફેમિલી સાથે શેર કરતા રહે છે. તાજેતરમાં રાજ કુન્દ્રાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ‘ટાઇટેનિક’ના રોઝ-જેકના અવતારમાં જોવા મળી રહ્યા છે. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Raj Kundra (@rajkundra9)


રાજ કુન્દ્રાએ ફરી એકવાર મોર્ફ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં તેની સાથે શિલ્પા શેટ્ટી પણ જોવા મળી રહી છે. બંને ટાઇટેનિક ફિલ્મના રોઝ અને જેકની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોના કેપ્શનમાં રાજે લખ્યું, ‘છેવટે, પુરાવા મળ્યા કે ટાઇટેનિક પર એક પંજાબી કપલ પણ હતું. હું મારી વાત અહીં જ સમાપ્ત કરું છું. હેપ્પી સન્ડે.

14-સેકંડના વીડિયોમાં ટાઇટેનિક ફિલ્મનું દૃશ્ય બતાવવામાં આવ્યું છે. જ્યારે રોઝ, જેક સાથે પાર્ટીમાં જાય છે અને ડાન્સ કરે છે. પરંતુ અહીં તેમણે પંજાબી મૂડમાં દર્શાવ્યો. બંને વીડિયોમાં ‘લોંગ લાચી’ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *