ગરમીમાં આ ‘સુપર ફૂડ’ તમને રાખશે તરોતાજા

ગરમીમાં ડીહાઈડ્રેશનની તકલીફ થઈ શકે છે. ગરમીના દિવસોમાં ચક્કર આવવા, ચામડીમાં બળતરા થવા, ગળું સુકાવું જેવી તકલીફો સામાન્ય રીતે થતી હોય છે. તેથી ગરમીના દિવસોમાં ડાયેટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને એવા ખોરાકનું રોજ સેવન કરવું જોઈએ જે તમને ગરમીના દિવસોમાં ડીહાઈડ્રેશનથી થતી તકલીકોમાં રાહત આપી શકે.

1. લીંબુ:

ગરમીના દિવસોમાં કોઈ પણ પ્રકારનું પીણું લીબું વિના અધૂરું છે. લીબુંને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે ડીહાઈડ્રેશનની તકલીફમાં રાહત માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. લીંબુ ગરમીઓના દિવસોમાં થવા વાળા ઇન્ફેકશન, અપચો, કબજિયાત, દાંતની સમસ્યાઓ અને હાઈ બ્લડપ્રેશર જેવી તકલીફોમાં રાહત આપવામાં ઉપયોગી છે.

2. દૂધી:

ગરમીના દિવસોમાં રોજ દૂધીના સેવનના ઘણાં ફાયદા છે. દૂધીમાં લગભગ 96% પાણી હોય છે. તેથી દૂધી શરીરના પાચનતંત્ર માટે ઉત્તમ છે. તેના નિયમિત સેવનથી ડાયેરિયા, કબજીયાત, ઊંઘ ન આવવી જેવી સમસ્યાઓમાં રાહત મેળવી શકાય છે.

3. અજમો:

એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીનથી ભરપૂર અજમો આપણા શરીરમાં રહેલા ટોક્સીનને દૂર કરવામાં મદદ કરે છે. ગરમીના દિવસોમાં થતાં અપચામાં રાહત મેળવવા માટે અજમો અકસીર મનાય છે. અજમો હૃદયની બીમારીમાં પણ સારો હોય છે. અજમામાં વિટામીન K, C, A, B-6, B-3, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા શરીર માટે ઉપયોગી પોષકતત્વો રહેલાં છે. ગરમીના દિવસોમાં સલાડમાં અજમો નાખી સલાડ ખાવાથી ઘણાં ફાયદા થાય છે.

4. કાકડી:

શરીરને ડીહાઈડ્રેડ થવાથી બચાવવા માટે જો કોઈ વસ્તુ પર સૌથી વધુ વિશ્વાસ કરવામાં આવે તો તે છે કાકડી. કાકડીની અંદર ઉપયોગી પોષકતત્વો જેવા કે વિટામીન A, C, ફોલિક એસીડ, ફાઇબર રહેલાં છે, જેનાથી ડાર્ક સર્કલ દૂર થાય છે તેમજ આંખોને અને ત્વચાને ઠંકડ મળે છે. કાકડી શરીરમાં PH લેવલને પણ બેલેન્સ કરવામાં ઉપયોગી થાય છે.

5. કારેલાં:

ગરમના દિવસોમાં થતી કબજીયાત, ખીલ, અને ત્વચાની તકલીફોમાં કારેલાં ખૂબ જ અકસીર છે. કારેલાંમાં વિટામીન A, C, B-2, B-3, મેગ્નેશિયમ જેવા પોષકતત્વો હોય છે. કારેલાંના નિયમિત સેવનથી બ્લડસુગર નિયંત્રણમાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *