માનવજીવનમાં ઝાડપાનનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન છે. ઝાડપાન વિના જીવનની કલ્પના પણ કરવી શક્ય નથી, પરંતુ કેટલાંક ઝાડપાન એવા પણ હોય છે જે મૃત્યુનું કારણ પણ બની શકે છે. હા, જે ઝાડપાનને આપને જીવન માટે ઉપયોગી માનીએ છીએ તેમાંના કેટલાંક ઝાડ એવા હોય છે જેના કારણે મૃત્યુ થઈ શકે છે. સર્બેરા ઓડોલોમ નામનો છોડ દેખાવમાં અત્યંત સુંદર અને આકર્ષક છે પણ તે કેટલો ઘાતક છે તેનો તમને અંદાજો પણ નહિ હોય.
ભારત સહિત દક્ષિણ-પૂર્વ એશિયાના કેટલાંક દેશોમાં મળી આવતો સર્બેરા ઓડોલમ નામનો છોડ એટલો ઝેરી છે કે ઘણી વાર તેનો ઉપયોગ કોઈને મારવા માટે પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે આ ઝાડને કારણે દર મહિને 5 લોકોનું મૃત્યુ થાય છે. શોધકોના કહેવા અનુસાર વિશ્વના અન્ય ઝેરી છોડોની સરખામણીએ સર્બેલા ઓડોલમ વધુ ઝેરી છે. સર્બેલા ઓડોલમના બીમાં સર્બેરીન નામનું તત્ત્વ હોય છે જે ઘણું ઝેરી હોય છે. થોડા પ્રમાણમાં પણ તો તે શરીરમાં ચાલ્યું જાય તો થોડીજ વારમાં પેટ અને માથાનો દુખાવો, ઉલટી, અનિયમિત ધબકારા અને ડાયેરિયા જેવી સમસ્યા શરુ થઈ જાય છે. કોબરા અને ઝેરી સાંપો કરતા પણ આ છોડ વધુ ઝેરી છે.
આ છોડ શરીરમાં એન્ઝાઈમ અને હૃદયની કાર્યપ્રણાલીને પ્રભાવિત કરે છે અને ગણતરીની મિનિટોમાં માણસનું મૃત્યુ થઈ જાય છે. આ છોડના ફળ પણ એટલા જ ઝેરી હોય છે. ભારતમાં તેને સુસાઈડ છોડના નામે ઓળખવામાં આવે છે.