ટ્વીટરે ઉપરાષ્ટ્રપતિના પર્સનલ એકાઉન્ટ પરથી હટાવી બ્લૂ ટીક

ટ્વીટરે શનિવારે ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી બ્લૂ ટીક બેડ્જ (Blue Tick Badge)ને હટાવી દીધું છે. જણાવી દઈએ કે નવા આઈટીના નિયમોને લઈને ટ્વીટર અને ભારત સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એવામાં આ પ્રકારના મામલાથી ભારત સરકાર અને ટ્વીટર વચ્ચે વિવાદ વધી શકે છે.

ઉપરાષ્ટ્રપતિના એકાઉન્ટ પરથી કેમ હટાવવામાં આવ્યું બ્લૂ ટીક?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર અનુસાર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના પર્સનલ ટ્વીટર એકાઉન્ટ પરથી બ્લૂ ટીક બેડ્જ એકાઉન્ટ ઇનએક્ટિવ હોવાના કારણે હટાવાયુ છે. જોકે કેટલાક ટ્વીટર યુઝર્સે એવા સ્ક્રીનશોટ શેર કર્યા છે જેમના એકાઉન્ટ પરથી બ્લૂ ટીક બેડ્જ 1 વર્ષથી વધુ સમયથી ઇનએક્ટિવ હોવા છતાં પણ નથી હટાવવામાં આવ્યા.

ભારતીય જનતા પાર્ટીના મુંબઈના પ્રવક્તા સુરેશ નખુઆએ ટ્વીટર પર સવાલ ઉઠાવ્યા છે. આ બાબતને તેમણે સંવિધાન પર હુમલો ગણાવ્યો છે.

બ્લૂ ટીકને લઈને ટ્વીટરની પોલીસી

ટ્વીટરની પોલીસી અનુસાર, ટ્વીટર ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનું બ્લૂ ટીક બેડ્જ હટાવી શકે છે. ટ્વીટર વ્યક્તિની પોઝિશન વિષે ધ્યાન નથી આપતું. બ્લૂ ટીક બેડ્જથી ખબર પડે છે કે એકાઉન્ટ વેરિફાઈડ છે અને સમાજ માટે તે મહત્ત્વપૂર્ણ વ્યક્તિનું એકાઉન્ટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *