‘કોહલી ઈંડા ખાવાવાળો શાકાહારી છે’, ડાયેટને લઈને ટ્વીટર પર કોહલી થઈ રહ્યો છે ટ્રોલ

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પોતાના એક નિવેદનને લઈને ટ્વીટર પર યુઝર્સના નિશાના પર આવી ગયો છે. કોહલીએ હાલમાં જ પોતાની ડાયેટ વિશે જણાવ્યું હતું. તેણે ઈન્સ્ટાગ્રામ પર સવાલ-જવાબનો એક સેશન રાખ્યો હતો જેમાં એક ફેન કોહલીની ડાયેટ વિશે જાણવા માંગતો હતો.

કોહલીએ ફેનના સવાલનો જવાબ આપતા કહ્યું કે ‘ઘણા બધા શાકભાજી, થોડા ઈંડા, 2 કપ કોફી, દાળ, ક્વિનોઆ, ખૂબ પાલક, ઢોસા, પરંતુ બધું સંતુલિત પ્રમાણમાં.’ કોહલીના આ જવાબને લઈને ફેન્સ ટ્વીટર પર તેની પર નિશાનો સાધી રહ્યા છે.

ઘણા લોકોએ કહ્યું કે વિરાટ ઈંડા ખાતો શાકાહારી છે. ઘણા એ સવાલ ઉઠાવ્યા કે જો ભારતીય કેપ્ટન ઈંડા ખાય છે તો પોતાને શાકાહારી કે ગણાવે છે? એક યુઝરે લખ્યું કે કોહલીનો દાવો છે કે તે વેગન છે, પરંતુ પોતાના નવા AMA (Ask Me Anything) સેશનમાં તેને કહ્યું કે તેની ડાયેટમાં ઈંડા શામેલ છે. તે મને પરેશાન કરી રહ્યું છે. એક યુઝરે ટ્રોલ કરતા લખ્યું કે વેગન કોહલીએ એ વાતની પુષ્ટિ કરી દીધી છે કે ઈંડા નોન-વેજ અંતર્ગત નથી આવતા, તમને વધુ શક્તિ મળે.

કોહલીએ પહેલા આપ્યું હતું આ નિવેદન

દિલ્હીના રહેવાસી કોહલીએ ઘણી વાત જણાવ્યું છે કે તે ફૂડી છે પરંતુ તે પોતાને ફીટ રાખવા માટે પોતાની ખાવાની આદતો બદલી છે. વર્ષ 2019માં કોહલીએ કહ્યું હતું કે તે પૂર્ણ રીતે શાકાહારી થઈ ગયો છે. વર્ષ 2018થી જ તેણે મીટ, દૂધ અને ઈંડાને પૂર્ણ રીતે ત્યજી દીધા છે.

તેણે કહ્યું હતું કે તેને નોનવેજ છોડીને વેગન ડાયેટ ખાવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે વેગન ડાયેટમાં માત્ર એ ખાદ્ય પદાર્થોને શામેલ કરવામાં આવે છે જે પૂર્ણ રીતે નેચરલ હોય અને જેનું ઉત્પાદન પ્રાણીઓ સાથે જોડાયેલું ન હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *