આ સુંદર અભિનેત્રી સાથે હતું રવિનું અફેર, જાણો કેમ તોડવી પડી હતી તેની સાથે સગાઇ?

બોલિવુડ અને ક્રિકેટની દુનિયામાં એવી અનેક લવસ્ટોરી છે જે સફળ તો નહીં થઈ શકી પરંતુ લોકોને તે હંમેશ માટે યાદ રહી ગઈ છે. ક્રિકેટ અને બોલિવુડનું કનેક્શન ખૂબ જૂનું છે. શર્મિલા ટાગોર-મન્સૂર ખાન પટૌડીની આઇકોનિક જોડીથી લઈને વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડી સુધી દરેક યુગમાં ક્રિકેટર અને બોલિવુડ એક્ટ્રેસની લવસ્ટોરી લાઇમલાઇટમાં રહી છે. આ સંદર્ભમાં, આજે આપણે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી અને પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રી અમૃતા સિંહની લવ સ્ટોરીને યાદ કરીશું.

વર્ષ 1980 માં રવિ શાસ્ત્રી અને અભિનેત્રી અમૃતા સિંહના લાવ અફેરના સમાચારોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તે સમયે, રવિ શાસ્ત્રી ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી આકર્ષક ખેલાડી લાગતો હતો અને તેથી જ લોકોએ તેને ક્રિકેટ ટીમનો ‘પોસ્ટર બોય’ બનાવી દીધો હતો. અમૃતા રવિ શાસ્ત્રીના મોહક વ્યક્તિત્વથી ખૂબ આકર્ષાઈ હતી.

pc: abplive.com

બંનેના અફેરની ખૂબ ચર્ચાઓ ચાલી રહી હતી. મેચ દરમિયાન અમૃતા રવિ શાસ્ત્રીને ખુશ કરવા સ્ટેડિયમમાં પહોંચી જતી હતી. બંનેની નિકટતા ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બંને એક મેગેઝિનના કવર પર સાથે દેખાયા. એક મેગેઝિનના કવર પર સાથે આવ્યા પછી રવિ અને અમૃતાનું અફેર 80ના દાયકામાં સૌથી ચર્ચાયેલા અફેરોના રૂપમાં શામેલ થઈ ગયું હતું.

pc: india.com

સમય જતાં, પ્રેમ વધુ ગાઢ બનતો ગયો અને આખી દુનિયાને તેમના પ્રેમ વિશે ખબર પડી ગઈ. થોડા સમય ડેટિંગ બાદ બંનેએ 1986 માં સગાઈ કરી પરંતુ સમયને કંઈક અલગ જ મંજૂર હતું. આ સગાઈ લગ્નમાં રૂપાંતરિત ન થઈ શકી. રિપોર્ટ અનુસાર રવિ શાસ્ત્રીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘હું કોઈ અભિનેત્રી સાથે લગ્ન કરવા નથી માંગતો. મારી પત્નીની પહેલી પ્રાથમિકતા તેની કારકિર્દી નહીં, પણ મારો પરિવાર હોવો જોઈએ.’

રવિ શાસ્ત્રીની આ વાતનો જવાબ આપતા અમૃતાએ તરત કહ્યું હતું – “આ સમયે તો હું પણ મારી કારકિર્દીને કારણે આ સંબંધને આગળ ધપાવી શકતી નથી. પરંતુ મને ખાતરી છે કે થોડા વર્ષો પછી હું એક ફૂલટાઈમ મધર અને વાઈફ બની જઈશ.’ બસ આ જ રીતે, આ લવસ્ટોરી અધૂરી રહી ગઈ. રિલેશનશિપ ભૂલીને રવિએ 1990 માં રીતુ સાથે લગ્ન કર્યા. જ્યારે 1991 માં અમૃતા સિંહે અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા. જોકે, થોડા વર્ષો પછી અમૃતા અને સૈફના રસ્તા પણ અલગ થઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *