મેષ – નોકરી-ધંધાથી સંતુષ્ટ રહેશો. પારિવારિક ખર્ચ વધશે. પ્રોપર્ટી લક્ષી બાબતોમાં સાવધાન રહેવું. વધુ પડતા લોભથી હાની થઈ શકે છે. બિનજરૂરી બાબતો પર ધ્યાન ન આપવું.
વૃષભ – પારસ્પરિક સહમતીથી સમસ્યાનું નિવારણ કરી શકશો. ઘરનું વાતાવરણ સુખદ રહેશે. દિવસ પ્રસન્નતા અને ઉત્સાહમાં પસાર થશે. વેપાર-ધંધામાં નવા પરિવર્તન કરવા માટે શુભ દિવસ છે.
મિથુન – વેપાર-ધંધામાં જોખમ લઈ શકશો. ઉતાવળ અને બેજવાબદારીના કારણે ભવિષ્યમાં નુકશાન ઉઠાવવું પડી શકે છે. બિઝનેસ પાર્ટનર પર એકતરફી ભરોસો ન કરવો. ધૈર્ય અને સંયમથી કામ કરશો તો સફળતા જરૂર મળશે.
કર્ક – મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી શકે છે. કન્સલ્ટન્સી સંબંધી કામ કરતા લોકોના કામની પ્રશંસા થશે. આજે કોઈ મહત્ત્વપૂર્ણ કામની જવાબદારી મળી શકે છે. ઉચ્ચ શિક્ષા માટે આવતા અવરોધો દૂર થશે.
સિહ – કરિયરને લઈને ચિંતિત રહેશો. ઉચ્ચ અધિકારીઓ સાથે બોલાચાલી ન થાય તેનું ધ્યાન રાખવું નહીંતર નુકશાન થઈ શકે છે. જો કાર્યમાં અડચણ આવી રહી છે તો તણાવ લેવાને બદલે કાર્યની ગુણવત્તા સુધારો, સફળતા જરૂર મળશે. સુખ-દુઃખની વાત તમારા જીવનસાથી સાથે જરૂર શેર કરો.
કન્યા – જૂના મિત્રો પાસેથી સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. વિદેશ યાત્રામાં આવતી અડચણો દૂર થશે. ધંધાકીય મહત્ત્વના નિર્ણય જાતે જ લેવા. દાંપત્યજીવનમાં આનંદમાં વધારો થશે.
તુલા – સમાજ અને પરિવાર વચ્ચે આજે ખૂબ સક્રિય રહેશો. તમારી બુદ્ધિમત્તાથી સમસ્યાઓનું નિવારણ કરી શકશો. નવા વિચારોના પારખા કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. જરૂરી કામ થોડા મોડા પરંતુ જરૂર પૂર્ણ થશે. માર્કેટિંગ વગેરેથી સંબંધિત પ્રવૃત્તિથી લાભ થશે.
વૃશ્ચિક – વિધાર્થીઓ ભવિષ્યલક્ષી પ્લાનિંગ કરી શકશે. પ્રેમ સંબંધોમાં પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. પ્રોપર્ટી સંબંધિત કાર્યમાં લાભ થશે. સંતાનની ઉન્નતીથી પ્રસન્ન રહેશો.
ધન – પરિવારમાં માહોલ આનંદિત રહેશે પરંતુ લોકો તમારા આચરણથી નારાજ થઈ શકે છે. કાયદાકીય બાબતમાં ચૂક ન થાય તેની તકેદારી રાખવી. ઓફીસમાં કોઈ કપટ ન કરે તે બાબતે ખાસ ધ્યાન રાખવું.
મકર – સ્વાસ્થ્ય સંબંધી બાબતમાં રાહત મળશે. કોઈ મોટી બિઝનેસ ડીલ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં નવા મિત્રો બનશે. બાળકો સાથે સારો સમય વ્યતીત કરી શકશો. તમારા દરેક કાર્ય સમયસર પૂર્ણ થશે.
કુંભ – પરિવાર તેમજ જીવનસાથીને સમય આપવો. રચનાત્મક કાર્યમાં રુચિ વધશે. વધુ પડતી મહેનતવાળા કાર્ય આજે કરવાના ટાળજો. એકંદરે શાંતિથી દિવસ પસાર થશે.
મીન – વૈવાહિક જીવન સુખદ રહેશે. યુવાનોને જોબની તક મળી શકે છે. સકારાત્મક ઉર્જામાં વધારો થશે. શિક્ષણ અને કરિયર બાબતે વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે. નવા વિચારોને આવકારો.