આજના ઈન્ટરનેટના યુગમા યુવાઓ ઓનલાઇન ડેટિંગ ઘણું પસંદ કરી રહ્યા છે. આ સમયે, જો તમે તમારી પ્રથમ ઓનલાઇન ડેટિંગ વિશે વિચારીને ચિંતિત છો અથવા જો તમારા મનમાં ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તો તમારે ગભરાવાની જરૂર નથી. અમે તમને પ્રેમ વિશે ઓનલાઇન ડેટિંગથી સંબંધિત બધી મહત્ત્વપૂર્ણ બાબતો જણાવીશું. જોકે ડેટિંગ એપ્સ પર ઓનલાઇન ચેટ કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો તમે આ બાબતોને ધ્યાનમાં રાખશો તો કદાચ તમને જલ્દીથી તમારી પસંદગીનો જીવનસાથી મળી જશે અને તમે એક સીરિયસ રિલેશનશિપમાં એન્ટ્રી કરી શકો. ચાલો જાણીએ કે તે કઈ વસ્તુઓ છે જે તમારે ચેટિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવી પડશે.
ડેટિંગ એપ્લિકેશનના પ્રોફાઇલ પિક પર ધ્યાન આપો
જો તમે ઓનલાઇન ડેટિંગ કરી રહ્યાં છો તો જે વસ્તુ પર તમારું પહેલા ધ્યાન જવું જોઈએ એ છે તમારી પ્રોફાઇલ પિક. કોઈ પ્રોફાઇલ ફોટો એવો ન મૂકો જેમાં તમારી એકલતા ઝલકતી હોય. તેની જગ્યાએ તમે મિત્રો સાથેની મોજ મસ્તી વાળી પ્રોફાઈલ પિક મૂકી શકો છો. ઓનલાઇન ડેટિંગમાં, પ્રોફાઇલ જ હૃદયના દ્વાર ખોલે છે. જો તમારો પ્રોફાઇલ ફોટો એકાંત દર્શાવતો હશે, તો તમને ઓનલાઈન મળનાર પાર્ટનર સમજી જશે કે તમે ખૂબ નિરસ છો. આ કિસ્સામાં, તમારી છાપ ખરાબ પડશે અને આની નકારાત્મક અસર પડશે. તમે એક ફોટો પસંદ કરી શકો છો જેમાં તમે તમારા ફ્રેન્ડસ સાથેના ફોટામાં મધ્યમાં હોવ અને ખુશ દેખાઈ રહ્યા હોવ.
પસંદ અને નાપસંદ ન લખો
ઓનલાઈન ડેટિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે તમે ઇન્ટરવ્યૂ માટે નથી બેઠા. તેથી તમારી પ્રોફાઇલમાં તમારી પસંદો અને નાપસંદોની વધુ વિગતો આપશો નહીં. ધ્યાનમાં રાખો કે તમારે તમારી પ્રોફાઇલમાં પોતાની ખુશામત કરવી જોઈએ નહીં. આની નકારાત્મક અસર પડે છે. આ સિવાય, તમારી પ્રોફાઇલમાં તમને તમારા જીવનસાથીમાં કઈ ચીજો ગમશે તેનો ઉલ્લેખ ન કરો એટલે કે તમારા જીવનસાથીમાં તમને જોઈતી ખૂબીઓનો ઉલ્લેખ ન કરો. આનાથી તમારી પ્રોફાઇલ સામેવાળા વ્યક્તિને બોરિંગ લાગશે.
એવો મેસેજ લખો કે રિલેશનશિપ સ્ટાર્ટ થઈ જાય
તમે તમારી પ્રોફાઇલને ઇન્ટરેસ્ટીંગ બનાવી શકો છો. તમે તમારા વિશે કેટલીક ફની વસ્તુ લખી શકો છો. તેની અસર તમારા પાર્ટનર સકારાત્મક અસર પડે છે. આ સિવાય, જો તમે કોઈને ઓનલાઇન ડેટિંગ કરતી વખતે પહેલા મેસેજ મોકલો છો, તો ખૂબ સાવધાની રાખો. પ્રથમ મેસેજ ખૂબ મોટો ન હોવો જોઈએ. એ વાતને સમજો, કે તમારો પહેલો મેસેજ જ તમારા સંબંધને જોડે છે કે તોડે છે. આવી પરિસ્થિતિમાં શું લખવું તે વિશે વારંવાર વિચારીને મેસેજ કરવો. તમારો પહેલો મેસેજ ન તો ઘણો લાંબો હોવો જોઈએ કે ન તો ઘણો નાનો હોવો જોઈએ. આ સિવાય, ઓનલાઇન ડેટિંગનો પહેલો સંદેશ ખૂબ ગંભીર પણ ન હોવો જોઈએ. પહેલો મેસેજ હળવા મૂડમાં લખો અને ધ્યાનમાં રાખો કે તેમાં કોઈ રમુજ હોય.
પ્રોફાઇલમાં દેખાડો કરશો નહીં
તમે તમારી પ્રોફાઇલમાં લખેલી દરેક વસ્તુને ચેક કરી લો. કોઈપણ વસ્તુની સ્પેલિંગ સાચી હોય તે વાતનું સંપૂર્ણ ધ્યાન રાખો. તમારી પ્રોફાઈલથી લઈને તમારી બાયોમાં કોઈપણ વસ્તુ બનાવટી ન લાગવું જોઈએ અને તમે કોઈ વસ્તુનો દેખાડો કરો છો એવું પણ ન હોવું જોઈએ. લોકો તેનાથી દૂર ભાગતા હોય છે. ઓનલાઇન ડેટિંગ દરમિયાન તમારી નકલી પ્રોફાઇલ અને ખોટી વિગતો ક્યારેય ભરશો નહીં. જો કોઈ સાથે તમારું મેચ થાય છે અને તમારી તેની સાથે વાતચીત ચાલુ છે તો તેને તમારા વિશે બિલકુલ ખોટી માહિતી આપશો નહીં. ધ્યાનમાં રાખો કે તમે જેટલા પ્રામાણિક છો, તેટલો જ પ્રમાણિક પાર્ટનર પણ મળશે.
દરેક વાતમાં સાદગી રાખો
તમારી પ્રોફાઈલથી લઈને તમારા ફોટો અને તમારો પહેલો મેસેજ જેટલો સાદગી વાળો હશે તેટલી જલદી જ સામેવાળી વ્યક્તિ તરફથી તમને સારો રિસ્પોન્સ મળશે. આ વાતનું ધ્યાન રાખો કે રિલેશનશિપમાં સાદગી ખૂબ મહત્ત્વની હોય છે. તમે જેટલા સિમ્પલ રહેશો અને ખોટા દેખાડાથી દૂર રહેશો તેટલી જલદી તમને તમારો પાર્ટનર મળશે. સાદગી સૌને પસંદ હોય છે અને તેથી ડેટિંગ વખતે સિમ્પલ રહેવું જરૂરી છે.