બાંગ્લાદેશે વિકેટકીપર અને બેટ્સમેન મુશ્ફીકુર રહીમની સદીની મદદથી શ્રીલંકાને વનડે સીરિઝની બીજી મેચમાં 103 રનથી હરાવ્યું હતું. મુશ્ફીકુર રહીમએ કરિયરની 8મી સદી ફટકારતા ટીમને ડકવર્થ લુઇસ નિયમ અંતર્ગત જીત અપાવી હતી. તેણે મેચમાં સૌથી વધારે 125 રન બનાવ્યા હતા.
હોસ્ટ બાંગ્લાદેશે શરૂઆતની બંને મેચ જીતીને સીરિઝ પોતાના નામે કરી લીધી છે. મુશ્ફીકુર રહીમ હાલમાં મેચમાં પોતાના પ્રદર્શન ઉપરાંત વિકેટની પાછળ ઉભા રહી વિવાદિત કમેન્ટને લઈને ચર્ચામાં છે. રહીમને વિકેટ પાછળથી બાંગ્લામાં એ કહેતા સંભાળવામાં આવ્યો કે, ‘જો તારી સામે આવે તો ધક્કો મારીને જમીન પર પાડી દે.’ રહીમની આ કમેન્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.
কেউ কিছু বুঝুক বা নাই বুঝুক বাঙালী কিন্তু ঠিকি বুঝেছে 😁😁😁
তাই না Mushfiqur Rahim ভাই 😁❤️🇧🇩 pic.twitter.com/CeUooevHdv— Malick AL Hasan (@MalickALHasan1) May 25, 2021
રહીમએ આ કૃત્ય શ્રીલંકાની ઇનિંગની 11મી ઓવરમાં કર્યું હતું. બાંગ્લાદેશનો બોલર મેહદી હસન મિરાજ બોલિંગ કરી રહ્યો હતો. ક્રીઝ પર દનુષ્કા ગુણાતિલકા અને પથુમ નિશાંકા હતા. ઇનિંગની 11મી ઓવરની 5મી બોલ પર ગુણાતિલકાએ ડિફેન્સિવ શોટ રમ્યો જેના પર નિશાંકા રન લેવા માગતો હતો. મિરાજએ ડાઈવ મારીને નિશાંકાની પાછળથી બોલને રોકી લીધો. આ દરમિયાન વિકેટ પાછળથી રહીમે કહ્યું, ‘જો તારી સામે આવે તો ધક્કો મારીને જમીન પર પાડી દે.’