ડોમિનિકાની જેલમાં બંધ PNB કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરાના ઉદ્યોગપતિ મેહુલ ચોકસીનો ફોટો પ્રાપ્ત થયો છે. મેહુલ ચોકસીના વકીલનો દાવો કર્યો છે કે તેમની સાથે કથિત રૂપથી મારપીટ કરવામાં આવી છે. જે ફોટો પ્રાપ્ત થયો છે તેમાં ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે.
ફોટોમાં મેહુલ ચોકસી લોખંડના ગેટની પાછળ ઉભેલા દેખાય છે જે લોકઅપ રૂમના દરવાજા જેવો દેખાય છે. એક અન્ય ફોટોમાં તેમના હાથ પર ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે. ઈજાના નિશાન કાળા રંગના છે જે હાથના કાંડા નજીક છે.
મેહુલ ચોકસીના વકીલે દાવો કર્યો હતો કે મેહુલ ચોકસીનું એન્ટીગુઆથી જબરદસ્તી અપહરણ કરવામાં આવ્યું. તેમને મારવામાં આવ્યા અને તેમને ડોમિનિકા લઈ જવામાં આવ્યા. ભારતમાં મેહુલ ચોકસીના વકીલ વિજય અગ્રવાલએ કથિત રૂપથી તેમની પર ‘ટોર્ચર’ કરવામાં આવ્યાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘જ્યાં સુધી એ જાણકારી નહીં મળે કે તે ડોમિનિકા કેવી રીતે પહોંચ્યા, ત્યાં સુધી કોઈ પણ ક્યાસ લગાવવા નહીં જોઈએ. પરંતુ મારી સમજ અનુસાર તેઓ પોતાની મરજીથી ડોમિનિકા નથી પહોંચ્યા. તેથી આમાં મને કંઈક ગડબડ દેખાઈ રહી છે. કોઈ પણ એ વાત પર ધ્યાન નથી આપી રહ્યું કે આખરે તે ડોમિનિકા કેવી રીતે પહોંચ્યા?’
આ આખા મામલે મેહુલ ચોકસીના વકીલ વિજય અગ્રવાલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું, ‘મારા ક્લાઈન્ટ માણસ છે, કોઈ પ્યાદું નથી કે તેમને કોઈ પણ પોતાની મરજીથી ચેસની રમતની જેમ ફેરવતા રહે. મારું સ્ટેન્ડ સાચું સાબિત થયું છે. હું એન્ટીગુઆની યુનાઇટેડ પ્રોગ્રેસિવ પાર્ટીના નિવેદનની પ્રશંસા કરું ચુ કે એન્ટીગુઆએ પોતાના દરેક નાગરિકના હકોનું રક્ષણ કરવું જોઈએ.’ આગળ તેમણે ઉમેર્યું કે, ‘મારા ક્લાઈન્ટ મેહુલ ચોકસી એન્ટીગુઆના નાગરિક છે અને એન્ટીગુઆના સંવિધાન અંતર્ગત દરેક કાયદાકીય સંરક્ષણના હકદાર પણ છે.’
બીજી બાજુ ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોકસીને લઈને એન્ટીગુઆ અને બાર્બુડા પોલીસના ચીફ એટલી રોડનીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે એ બધા આરોપોને નકારી કાઢ્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે મેહુલ ચોકસીનું એન્ટીગુઆથી અપહરણ કરવામાં આવ્યું હતું. એન્ટીગુઆ અને બાર્બુડા પોલીસના ચીફ એટલી રોડનીએ કહ્યું કે અમારી પાસે ન તો આ વાતની જાણકારી છે ન તો એવા કોઈ સંકેત છે કે ચોકસીને એન્ટીગુઆથી જબરદસ્તી લઈ જવામાં આવ્યા. આ વાત માત્ર મેહુલ ચોકસીના વકીલ કહી રહ્યા છે અને ડોમિનિકા પોલીસ આ વાતની પુષ્ટી નથી કરતી. ચોકસીની એન્ટીગુઆથી ડોમિનિકા અથવા અન્ય કશે પણ લઈ જવાની ગતિવિધીમાં અમારી કોઈ સામેલગીરી નથી.
જણાવી દઈએ કે ડોમિનિકામાં પકડાઈ ગયેલા PNB કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ હવે કોર્ટનો સહારો લીધો છે. તેમના વકીલએ ત્યાંની કોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી દાખલ કરી છે. અરજીમાં મેહુલ ચોકસીના વકીલે દાવો કર્યો છે છે તેમના શરીર પર ટોર્ચરના નિશાન પણ છે વકીલે એ પણ આરોપ લગાવ્યો છે કે મેહુલ ચોકસીને એન્ટીગુઆ અને બાર્બુડાથી જબરદસ્તી લઈ જવામાં આવ્યા હતા.