ટ્વીટરે શનિવારે ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી બ્લૂ ટીક બેડ્જ (Blue Tick Badge)ને હટાવી દીધી હતી પરંતુ વિવાદ વકરતા ટ્વીટરે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના એકાઉન્ટ પર બ્લૂ ટીક બેડ્જ ફરી રિ-સ્ટોર કરી દીધું છે.
ભારતીય જનતા પાર્ટીના મુંબઈના પ્રવક્તા સુરેશ નખુઆએ ટ્વીટર પર સવાલ ઉઠાવ્યા હતા. આ બાબતને તેમણે સંવિધાન પર હુમલો ગણાવ્યો હતો.
Why did @Twitter @TwitterIndia remove Blue tick from the handle of Vice President of India Shri @MVenkaiahNaidu ji ?
This is assault of Constitution of India. pic.twitter.com/CBQviuBa3x
— Suresh Nakhua (𝐏𝐥 𝐰𝐞𝐚𝐫 𝐌𝐀𝐒𝐊) (@SureshNakhua) June 4, 2021
જોકે ટ્વીટર દ્વારા ફરીથી બ્લૂ ટીક ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના એકાઉન્ટ પર રિ-સ્ટોર કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના મુંબઈના પ્રવક્તા સુરેશ નખુઆએ ફરી ટ્વીટ કરી હતી અને ટ્વીટરની આ પ્રવૃત્તિને એજન્ડા બેઝ્ડ ગણાવી હતી.
And now @Twitter @TwitterIndia restores the Blue Tick of Vice President Shri @MVenkaiahNaidu ji.
This action of removing blue tick without any reason and explanation and then restoring it clearly proves that action was arbitrary, agenda based and with malice. https://t.co/S7oqfc4b0t pic.twitter.com/uwhUx5cu5Y
— Suresh Nakhua (𝐏𝐥 𝐰𝐞𝐚𝐫 𝐌𝐀𝐒𝐊) (@SureshNakhua) June 5, 2021
ઉપરાષ્ટ્રપતિના એકાઉન્ટ પરથી કેમ હટાવવામાં આવ્યું બ્લૂ ટીક?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર અનુસાર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના પર્સનલ ટ્વીટર એકાઉન્ટ પરથી બ્લૂ ટીક બેડ્જ એકાઉન્ટ ઇનએક્ટિવ હોવાના કારણે હટાવાયુ છે. જોકે કેટલાક ટ્વીટર યુઝર્સે એવા સ્ક્રીનશોટ શેર કર્યા છે જેમના એકાઉન્ટ પરથી બ્લૂ ટીક બેડ્જ 1 વર્ષથી વધુ સમયથી ઇનએક્ટિવ હોવા છતાં પણ નથી હટાવવામાં આવ્યા.
બ્લૂ ટીકને લઈને ટ્વીટરની પોલીસી
ટ્વીટરની પોલીસી અનુસાર, ટ્વીટર ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનું બ્લૂ ટીક બેડ્જ હટાવી શકે છે. ટ્વીટર વ્યક્તિની પોઝિશન વિષે ધ્યાન નથી આપતું. બ્લૂ ટીક બેડ્જથી ખબર પડે છે કે એકાઉન્ટ વેરિફાઈડ છે અને સમાજ માટે તે મહત્ત્વપૂર્ણ વ્યક્તિનું એકાઉન્ટ છે.