બાબા રામદેવ હાલમાં એલોપેથી પર કરેલા નિવેદન બાદ લાઈમલાઈટમાં છે. વાસ્તવમાં બાબા રામદેવે એલોપેથીને ‘સ્ટૂપિડ સાયન્સ’ કહ્યું હતું ત્યાર બાદ થી IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) અને યોગગુરુ બાબા રામદેવ વચ્ચેની ચર્ચા ગંભીર મુદ્દો બની ગઈ છે. જ્યારે ડોક્ટરોએ નારાજગી દર્શાવી તો બાબા રામદેવે એલોપેથીના ડોક્ટરો અને ફાર્મા કંપનીનો સામે સવાલોનું લીસ્ટ મૂકી દીધું. તેમણે 1-2 નહીં પરંતુ 25 સવાલ પૂછ્યા. બીજી બાજુ બાબા રામદેવના નિવેદનથી રોષે ભરાયેલા IMA એ તેમની સામે કડક પગલા ભરવા માટેની માગણી કરી છે.
બાબાએ શેર કર્યો એક શૉનો વીડિયો
કડક પગલાની માગણી બાબતે બાબા રામદેવે કહ્યું હતું કે, કોઈનો બાપ પણ તેમની ધરપકડ નહીં કરી શકે. જો કે આ મામલો હજી થાળે પડ્યો નથી. હાલમાં જ બાબા રામદેવે આમિર ખાનનો જૂનો શૉ સત્યમેવ જયતેનો વીડિયો શેર કરીને સવાલ ઉઠાવ્યા છે. બાબા રામદેવે વીડિયોની ક્લિપ શેર કરી છે જેમાં ડો. સમિત શર્મા નામના ગેસ્ટ બજારોમાં ઉપલબ્ધ દવાઓ વિશે વાત કરી રહ્યા છે. 2012 માં ટ્વિટર પર પ્રસારિત આ એપિસોડની ક્લિપ શેર કરતા બાબા રામદેવે લખ્યું કે, ‘જો આ મેડિકલ માફિયાઓમાં હિંમત હોય તો આમિર ખાન સામે મોરચો ખોલે’. લોકો તેમના પોસ્ટ કરેલા આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
इन मेडिकल माफियाओं में हिम्म्त है तो आमिर खान के खिलाफ मोर्चा खोलें-
वीडियो साभार-स्टार प्लस pic.twitter.com/ZpNT8CSohD
— स्वामी रामदेव (@yogrishiramdev) May 29, 2021
શૉની આ ક્લિપમાં ડો. શર્મા આમિરને સમજાવે છે કે, ‘દવાઓની મૂળ કિંમત ઘણી ઓછી હોય છે, પરંતુ જ્યારે પણ આપણે તેને બજારમાંથી ખરીદેશું, ત્યારે આપણે દવાઓ માટે 10 થી 15 ટકા વધુ ચૂકવીએ છીએ. તે ઊંચા ભાવે વેચાય છે. ભારતમાં, 40 કરોડથી વધુ લોકો પોતાને માટે દિવસમાં બે વાર ભોજન નથી લઈ શકતા તો શું તેઓ ઊંચા કિંમતની દવાઓ ખરીદી શકે? આના પર આમિર પૂછે છે કે ઘણા લોકો ઊંચા ભાવને કારણે દવાઓ ખરીદી શકતા નથી?
ડો. શર્મા વધુમાં કહે છે, ‘હા, WHO કહે છે કે આઝાદીના 65 વર્ષ પછી પણ 65 ટકા ભારતીય લોકો સુધી ઊંચા ભાવને કારણે આવશ્યક દવાઓનો નિયમિત રીતે પહોંચતી નથી.’ આ સાથે, તેઓ ઘણા ઉદાહરણો આપીને તેને વિગતવાર સમજાવે છે. હવે આ વીડિયો ક્લિપ શેર કરતા બાબા રામદેવે એવા લોકો સામે સવાલો ઉઠાવ્યા છે જે તેમની વિરુદ્ધ બોલી રહ્યા છે.