જેમના વાળ ઉંમર કરતા વહેલા સફેદ થવા લાગે છે તેમને હૃદય રોગનું જોખમ રહેલું છે. એક નવી શોધમાં આ ચેતવણી આપવામાં આવી છે.
ઈજીપ્તની કાહિરા યુનીવર્સીટીમાં કરવામાં આવેલા એક અભ્યાસના રિપોર્ટ અનુસાર વાળનું અસમય સફેદ થવું હૃદયરોગની સામે આંગળી ચીંધે છે. યુનીવર્સીટીના કાર્ડિયોલોજીસ્ટ ઈરીની સેમ્યુઅલે જણાવ્યું કે અમારી શોધના પરિણામોથી ખબર પડે છે કે વાસ્તવિક આયુ ઓછી હોવા છતાં વાળમાં આવેલી સફેદી વ્યક્તિની જૈવિક આયુ દર્શાર્વે છે અને તે હૃદયરોગની ચેતવણીનો સંકેત હોય શકે છે.
એથેરોસ્કેલેરોસિસનું નિર્માણ અને વાળમાં સફેદી બંનેમાં ઘણી સામ્યતા છે. બંનેનું કારણ ખરાબ થયેલું DNA, ઓક્સીડેટીવ તણાવ, સોજો, હોર્મોનમાં બદલાવ અને કાર્યરત કોશિકાઓનું તાણ છે. સેમ્યુઅલ કહે છે એથેરોસ્કેલેરોસિસ અને વાળની સફેદી એક સરખી જૈવિક પ્રક્રિયાઓથી થાય છે અને ઉંમર વધવાની સાથે બંનેમાં વધારો થાય છે.
આ શોધ સ્પેનના માલગામાં 6 થી 8 અપ્રિલ સુધી યુરોપિયન એસોસિએશન ઓફ પ્રિવેન્ટીવ કાર્ડિયોલોજી (EAPC)ની વાર્ષિક પરિષદમાં રજૂ કરવામાં આવી હતી.