વિશ્વભરની ખ્યાતનામ હસ્તીઓ ઘણીવાર પ્રાઇવેટ વિમાનનો ઉપયોગ કરતા રહેતા હોય છે. આ ખૂબ કિંમતી જેટ્સ હવામાં ઉડતા કોઈ મહેલથી ઓછા નથી હોતા. એક એરહોસ્ટેસે આ જ વિમાનોમાં છૂપાયેલુ કાળું સત્ય ઉજાગર કર્યું છે. એરહોસ્ટેસે જણાવ્યું કે કેવી રીતે પ્રાઈવેટ જેટ્સમાં દેહ વ્યાપાર થાય છે અને ઘણીવાર ન ચાહતા પણ તેમને ખોટા કામનો ભાગ બનવું પડે છે. સસ્કિયા સ્વાન નામની આ એરહોસ્ટેસે એક પુસ્તક લખ્યું છે જેમાં સાઉદી આરબના પ્રિન્સ, અમેરિકન, બ્રિટીશ અને જર્મન અરબપતિઓ વિશે ખુલીને જણાવવામાં આવ્યું છે.
ઐયાશીના અડ્ડા છે પ્રાઈવેટ જેટ્સ
‘ધ સન’ની ખબર અનુસાર સસ્કિયા સ્વાનએ પોતાના બે દાયકાના કરિયરને શબ્દોમાં સાંકળીને ‘સિક્રેટ ઓફ અ પ્રાઈવેટ ફ્લાઈટ એટેન્ડન્ટ’ નામ આપ્યું છે. તેમાં તેને ઘણા સિક્રેટ ઓપન કાર્ય છે. તેણે લાક્યું છે કે એક વાર તે વિમાનમાં પોતાના બોસના કેબિનમાં પહોંચી તો તે શારીરિક સંબંધ બનાવી રહ્યો હતો. જોકે તેની નજરમાં આ નવું નહીં હતું, આવું ઘણીવાર થતું હતું. સસ્કિયાની નજરમાં પ્રાઈવેટ જેટ્સ ઐયાશીના અડ્ડા છે. સસ્કિયાએ છ વર્ષ સુધી કમર્શિયલ એરલાઈનમાં કામ કર્યું હતું. ત્યાર બાદ તે પ્રાઈવેટ વિમાનમાં કામ કરવા લાગી હતી.
બ્રિટિશ પીએમ કરતા હતા પસંદ
પોતાના પુસ્તકમાં સાસ્કિયા સ્વાને જણાવ્યું છે કે બ્રિટનના એક પ્રધાનમંત્રી તેને ખુબ પસંદ કરતા હતા. જ્યારે તેઓ પ્રાઈવેટ જેટમાં રહેતા ત્યારે સાસ્કિયાને શેમ્પેઈન પિરસવાનું કહેતા હતા. સાસ્કિયાએ પહેલી નોકરી રશિયાના અબજપતિના પ્રાઈવેટ જેટમાં કરી હતી. નોકરી જોઈન કર્યા બાદ તેણે આઠ ગુપ્ત કરાર પર સહી કરવી પડી હતી. 41 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજથી તે ખુબ ખુશ હતી. પરંતુ જ્યારે તેને ખબર પડી કે તેના બોસને તો એરહોસ્ટેસ સાથે શારીરિક સંબંધ બનાવવો પસંદ છે ત્યારે તે ગભરાઈ ગઈ.
સંબંધ બનાવવા માટે કરી મજબૂર
પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે સાસ્કિયાને ન્યૂયોર્ક પ્રવાસ દરમિયાન ચેતવણી આપવામાં આવી કે જો તેણે તેના બોસ સાથે શારીરિક સંબંધ ન બનાવ્યો તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. કારણ કે આ તેના કામનો એક ભાગ હતો. થોડા સમય બાદ રશિયન બોસની નોકરી છોડીને સાસ્કિયાએ એક સાઉદી પ્રિન્સ સાથે કામ કરવાનું શરૂ કરી દીધુ. જો કે અહીં પણ તેને આ બધુ જ જોવાનું અને સાંભળવા મળ્યું. સાસ્કિયાએ એકવાર તો સાઉદી રાજકુમાર અને તેમની ગર્લફ્રેન્ડને હવામાં શારીરિક સંબંધ બનાવતા પકડી પાડ્યા હતા. સાસ્કિયાએ જણાવ્યું કે પ્રિન્સ અને તેમની ગર્લફ્રેન્ડના કપડા પડ્યા હતા અને બંને આપત્તિજનક સ્થિતિમાં હતા. સારી વાત એ હતી કે પ્રિન્સે તેને જોઈ નહી.