કોરોનાની મહામારીની વચ્ચે પણ શાસક પક્ષ ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ એકબીજા પર હુમલાઓ કરતા રહે છે. ટ્વિટર પર છાશવારે બંને વચ્ચે ટ્વિટ વોર થતી જોવા મળે છે. બુધવારે પણ કંઈક આવું જ બન્યું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’નું એક ગ્રાફિક શેર કર્યું હતું, જેમાં દેશમાં કોરોનાથી મૃત્યુના સત્તાવાર અને અંદાજિત આંકડા દર્શાવ્યા હતા. રાહુલ ગાંધીના આ ટ્વીટ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનએ વળતો હુમલો કર્યો હતો. તેમણે કોંગ્રેસને કોંગ્રેસને સલાહ આપી કે તેઓ લાશો પર રાજનીતિ કરવાનું બંધ કરે.
બુધવારે રાહુલ ગાંધીએ ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’નું ગ્રાફિક ટ્વિટર પર શેર કરતાં કહ્યું કે,’આંકડા જૂઠું બોલતા નથી … ભારત સરકાર તે કરે છે.’ આ ગ્રાફિક કોરોનાથી મૃત્યુની સત્તાવાર અને અંદાજિત આંકડાઓ સાથે સંકળાયેલ છે.
लाशों पर राजनीति, @INCIndia स्टाइल !
पेड़ों पर से गिद्ध भले ही लुप्त हो रहे हों, लेकिन लगता है उनकी ऊर्जा धरती के गिद्धों में समाहित हो रही है।@RahulGandhi जी को #Delhi से अधिक #NewYork पर भरोसा है।
लाशों पर राजनीति करना कोई धरती के गिद्धों से सीखे।@PMOIndia @BJP4India https://t.co/29D0yWU5wS
— Dr Harsh Vardhan (@drharshvardhan) May 26, 2021
વળતો હુમલો કરતા ડો. હર્ષવર્ધનએ શું કહ્યું?
રાહુલ ગાંધીના આ ટ્વિટ પર કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધનએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે લાશો પર રાજકારણ કરવું એ કોંગ્રેસની સ્ટાઈલ છે. ઝાડ પરથી ગીધ ભલે ગાયબ થઈ રહ્યા હોય, પરંતુ લાગે છે કે તેમની ઉર્જા પૃથ્વી પરના ગીધોમાં સમાઈ રહી છે.
પોતાના ટ્વિટમાં હર્ષવર્ધને વધુમાં કહ્યું કે રાહુલ ગાંધીને દેશની સરકાર કરતા ન્યૂયોર્ક પર વધારે વિશ્વાસ છે. લાશોનું રાજકારણ કરવું કોઈ પૃથ્વી પરના ગીધો પાસે શીખે.