આજના સમયમાં Whatsapp સૌથી પોપ્યુલર એપમાંની એક એપ છે. તેની ટ્રિક્સ આવતી રહે છે. આજકાલના ડ્યુલ સીમ સ્માર્ટફોનવાળા યુગમાં યુઝર્સ ઈચ્છે છે કે તેમના બંને સિમ (2 અલગ અલગ નંબર) માટે અલગ અલગ Whatsapp હોવું જોઈએ. ઘણાં લોકો 2 મોબાઇલ નંબરમાંથી એકનો ઉપયોગ પોતાના પરિવારજનો માટે કરતા હોય છે અને એક નંબર કામકાજ માટે અલગ રાખત હોય છે. તેથી તેઓ ઈચ્છે છે કે તેમના બંને નંબર માટે Whatsapp પણ અલગ અલગ હોય. તો ચાલો જાણીએ કે કેવી રીતે તમે 2 Whatsapp એક જ મોબાઈલની અંદર યુઝ કરી શકો છો.
એક જ મોબાઈલમાં 2 Whatsapp સાથે યુઝ કરવા માટે તમારે કોઈ અન્ય એપ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની જરૂરિયાત નથી. એટલે કે તમારે કોઈ થર્ડ પાર્ટી એપને મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી 2 Whatsapp એક સાથે ચલાવવાની જરૂરિયાત નથી. કારણ કે ઘણીવાર થર્ડપાર્ટી એપ યુઝ કરવાથી યુઝરની પ્રાઈવેસી પણ જોખમાય છે. આ ઉપરાંત થર્ડપાર્ટી એપ કેટલી વિશ્વાસનીય છે તે પણ જાણવું રહ્યું. તો પછી થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ કર્યા વિના કેવી રીતે 2 Whatsapp તમારા મોબાઈલમાં ચલાવશો?
આ માટે એકદમ સિમ્પલ ટ્રિક છે. કંપનીએ વ્હોટ્સએપના 2 વર્ઝન માર્કેટમાં મૂક્યા છે. એક છે ‘Whatsapp’ અને એક છે ‘Whatsapp Business’. તો તમે આ બંને એપ Play store અથવા App store માંથી ડાઉનલોડ કરીને વિના કોઈ ચિતા 2 Whatsapp એક સાથે એક જ ફોનમાં યુઝ કરી શકો છો. ‘Whatsapp Business’માં પણ તમને Whatsapp ના બધા જ ફિચર્સ યુઝ કરવા મળે છે. જોકે તે બિઝનેસ માટે ડેવલપ કરવામાં આવ્યું છે તો તેમાં થોડા વધુ ફિચર્સ આપવામાં આવ્યા છે પરંતુ whatsappના બધા જ ફિચર્સ તમને ‘Whatsapp Business’માં યુઝ કરવા મળી જશે.