ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) તરફથી માગ કરવામાં આવી છે કે યોગગુરુ બાબા રામદેવ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે. આરોપ લગાવવામાં આવ્યા છે કે રામદેવ તરફથી કોરોના વેક્સીનને લઈને ભ્રામક અને ખોટા નિવેદનો આપવામાં આવ્યા છે. તેમણે એલોપેથી અને ડોક્ટરોને કઈને પણ વિવાદિત નિવેદન આપ્યા છે. એવામાં તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી છે. પોતાની આ જ માગણીઓને લઈને IMA એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે.
IMA in a letter to PM Modi, “Misinformation campaign on vaccination by Patanjali owner Ramdev should be stopped. In a video he claimed that 10,000 doctors & lakhs of people have died despite taking both doses of vaccine. Action under sedition charges should be taken against him.” pic.twitter.com/kJ9inQQRJu
— ANI (@ANI) May 26, 2021