જરૂરિયાત એ સંશોધનની જનેતા છે. મુંબઈના વિદ્યાર્થી સંશોધક નિહાલ સિંઘ આદર્શની ડોક્ટર માતાની જરૂરિયાત નિહાલ માટે પ્રેરક બની ગઈ અને સંશોધન માટે તેને પ્રેરણા મળી. કોવ-ટેક PPE કીટ માટેની એક કોમ્પેકટ વેન્ટિલેશન સિસ્ટમ છે જે કોવીડ19 સામેની લડતમાં આરોગ્યના આપણા ફ્રન્ટલાઇન કર્મચારીઓ માટે અત્યંત જરૂરી એવી રાહત લઈને આવી છે.
કોવ-ટેક તદ્દન અલગ અને કૂલ PPE રાહતભર્યા અનુભવીની ખાતરી કરાવે છે
પોતાના સંશોધનથી અત્યંત ખુશખુશાલ એવા કે જે કોલેજ ઓફ એન્જિનિયરિંગના બીજા વર્ષના વિદ્યાર્થી નિહાલે પોતાના અનુભવ પીઆઈબી સમક્ષ વર્ણવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે PPE કીટ પહેરનારા કોરોના વોરિયર્સ માટે આ પ્રાયોગિક તફાવતનો અનુભવ હતો. “કોવ-ટેક વેન્ટિલેશન એ એવી સિસ્ટમ છે જેમાં તમે PPE સ્યૂટની અંદર હો ત્યારે પણ તમને પંખા નીચે બેઠા હો તેવો અનુભવ કરાવે છે. આ સિસ્ટમ આસપાસની હવાને ખેંચી લે છે અને તેને ફિલ્ટર કરીને PPE કીટની અંદર પહોંચાડે છે. સામાન્ય રીતે વેન્ટિલેશનના અભાવે PPE કીટની અંદર ઘણી ગરમી અને ભેજ લાગતો હોય છે. અમારી સિસ્ટમ અંદરના ભાગમાં હવાની અવજવર જારી રાખીને આ પ્રતિકૂળ અનુભવ સામે ઉકેલની ખાતરી આપે છે.” આ વેન્ટિલેશન સિસ્ટમ PPE કીટની અંદરની હવાને જકડી રાખે છે. તે માત્ર 100 સેકન્ડમાં ઉપયોગકર્તાને તાજી હવાની લહેર પહોંચાડે છે.
માતાની સેવાના જનેતા
આમ કોવ-ટેકે કેવી રીતે જન્મ લીધો? નિહાલની માતા ડૉ. પૂનમ કૌર પૂણેની આદર્શ ક્લિનીકમાં કોવીડ-19ના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. આ ક્લિનીક તેઓ પોતે જ ચલાવે છે. દરરોજ ક્લિનીકથી પરત આવીને તેઓ સારવાર દરમિયાન જેઓ PPE કીટ પહેરીને કામ કરતા હતા તેમને પડતી મુશ્કેલીઓનું વર્ણન કરતા હતા. તેઓ કીટની અંદર પરસેવે રેબઝેબ થઈ જતા હતા. 19 વર્ષનો નિહાલ વિચારતો હતો કે કેવી રીતે હું મારી માતા અને તેમના જેવા કાર્યકરોની મદદ કરી શકું.
આ સમસ્યાના ઉકેલની શોધ કરતી વખતે તેણે કોવીડ-19ની લગતા સાધનો માટેના પડકારો સામે ડિઝાઇન શોધવા મજબૂર કર્યો. આ સેમિનારનું આયોજનનું આયોજન ટેકનોલોજીકલ બિઝનેસ ઇનક્યુબેટર, રિસર્ચ ઇનોવેશન ઇન્કયુબેશન ડિઝાઇન લેબોરેટરી દ્રારા કરવામાં આવ્યું હતું.
અંતિમ પ્રોડક્ટના પ્રથમ પ્રોટોટાઇપમાંથી ગ્રાહક ઉપયોગી ડિઝાઇનનું સંશોધન
ડિઝાઇનના પડકારે નિહાલને પ્રથમ પ્રોટોટાઇપ માટે કાર્ય કરવા પ્રેરણા આપી. પૂણેની નેશનલ કેમિકલ લેબોરેટરીના ડૉ. ઉલ્હાસ ખારુલના માર્ગદર્શનથી નિહાલે માત્ર 20 જ દિવસમાં તેનું પ્રથમ મોડેલ વિકસાવી દીધું હતુ. ડૉ. ઉલ્હાસ એક સ્ટાર્ટ-અપ ચલાવે છે જે કોવીડ-19ને ફેલાતો અટકાવવાના આશયથી ફિલ્ટર એર માટે રિસર્ચ કરતા હોય છે. અહીંથી નિહાલને ફિલ્ટરની ક્ષમતા અને હવાની અવર જવરમાં સંતુલન જાળવી શકે અને તેને જે પ્રકારનો ફિલ્ટર ઉપયોગમાં લેવો જોઈએ તેનો આઇડિયા મળ્યો હતો.
આ તબક્કે તેને ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળના નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી આમતરપ્રિન્યોર ડેવલપમેન્ટ બોર્ડ (NSTEDB)ન સહકારથી ચાલતા સૌમેયા વિદ્યાવિહારના RIIDL (રિસર્ચ ઇનોવેશન ઇન્ક્યબેશન ડિઝાઇન લેબોરેટરી)નો સહકાર સાંપડ્યો હતો.
લગભગ છ મહિના કરતા વધારે સમયની આકરી મહેનત બાદ પ્રારંભિક પ્રોટોટાઇપ બનાવી શકાયો હતો. તે ગળાની આસપાસ વીટાળેલો અને યુ-આકારમાં હવાની અવરજવર કરાવી શકે તેમ હતો. તેમાં ઓશિકા જેવું એક માળખું છે જે ગળાની આસપાસ વીંટાળી શકાય છે.
નિહાલેતેને ટેસ્ટિંગ માટે પૂણેના ડૉ. વિનાયક માણેને આપ્યું. “અમે આ પ્રોટોટાઇપને કેટલાક બિનપક્ષપાતી તબીબો ટેસ્ટ કરે તેમ ઇચ્છતા હતા અને તેથી જ અમે ડૉ. વિનાયક માણેનો સંપર્ક કર્યો હતો. તેમણે એવું સૂચન કર્યું હતું કે આ ડિવાઇસમાં સતત અવાજ અને વાઇબ્રેશન આવતા હોવાથી ગળાની આસપાસ વીંટાળીને પહેરવાથી તે ઘણા તબીબો તથા આરોગ્ય કર્મચારીઓ માટે બેચેનીનો અનુભવ કરાવશે. આમ અમે એ પ્રોટોટાઇપ રદ કર્યો અને વધુ ડિઝાઇનના કાર્યમાં આગળ વધ્યા.” તેમ નિહાલે પીઆઈબીને જણાવ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે તેણે વધુ ડિઝાઇના પ્રયાસો આગળ ધપાવ્યા હતા અને એવા પ્રોટોટાઇપ બનાવવાનો હેતુ રાખ્યો હતો જે કામ કરતી વખતે અડચણરૂપ બને નહીં.
વિકાસમાં પરફેક્શન લાવવા માટે અંદાજે 20 જેટલા પ્રોટોટાઇપ અને 11 અર્ગોનોમિક પ્રોટોટાઇપ બનાવવાની ઘેલછાએ નિહાલને અંતિમ પ્રોડક્ટ બનાવવા માટે પ્રેરણા આપી. આ માટે તેણે RIIDL ખાતેના ચીફ ઇનોવેશન કેટાલિસ્ટ અને ડસોલ્ટ સિસ્ટમ, પૂણેના ગૌરાંગ શેટ્ટીની મદદ લીધી. ડસોલટ સિસ્ટમ્સ ખાતેની અત્યાધુનિક સવલતે નિહાલને અસરકારક અને સરળ પ્રોટોટાઇપ વિકસાવવામાં મદદ કરી.
અંતિમ પ્રોટોટાઇપ : એક બેલ્ટ જેટલો જ આસાન
અંતિમ ડિઝાઇન મુજબ આ પ્રોડક્ટને એક બેલ્ટની માફક કમરની આસપાસ પહેરી શકાય છે. તેને પરંપરાગત PPE કીટની સાથે જોડી શકાય છે. આ ડિઝાઇનથી બે હેતુ સર કરી શકાય છે.
1. આરોગ્ય કર્મચારીને શરીરમાં અડચણ બને નહી તેવી રીતે વેન્ટિલેટેડ રાખી શકાય છે.
2. વિવિધ ફંગલના ચેપથી તેમને સુરક્ષિત રાખી શકાય છે.
આ વેન્ટિલેટર શરીર સાથે ચુસ્ત રહે છે તેથી અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ઘટકોનો ઉપયોગ થયો હોવાથી સલામતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. તેમ કહીને નિહાલે માહિતી આપી હતી કે “ મેં જ્યારે મારી માતાને કહ્યું કે આ પ્રોડક્ટ માટે હું પેટન્ટ ફાઇલ કરી રહ્યો છું તો તે ખૂબ ખુશ થઈ હતી. એક જનરલ ફિઝિશિયન તરીકે મારી માતા જ્યાં પણ જાય ત્યાં તેનો ઉપયોગ કરે છે.” આ સિસ્ટમ લિથિયમ-ઇયોન બેટરી પર ચાલે છે જે છ થી આઠ કલાક ચાલે છે.
નિધી (નેશનલ ઇનિશિયેટિવ ફોર ડેવલપિંગ એન્ડ હાર્નેસિંગ ઇનોવેશન્સ) દ્વારા સંચાલિત
પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્ટ ઇનોવેશન દ્વારા મળેલી 10,00,000/- રૂપિયાની ગ્રાન્ટને કારણે કોવ-ટેક વેનન્ટિલેટર સિસ્ટમ હકીકતમાં ફેરવાઈ હતી. નિહાલને નિધિના પ્રમોટિંગ એન્ડ એક્સિલરેટિંગ યંગ અને એસ્પાયરિંગ આતરપ્રિન્યોર (PRAYAS) દ્વારા આ રકમ મળી હતી. PRAYAS એ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકારનું સાહસ છે. તેની છત્રછાયા હેઠળ વોટ ટેકનોનેશન્સ સ્ટાર્ટ અપ દ્વારા ઉભરતા આંત્રપ્રિન્યોરને મદદ મળે છે જેના હેઠળ આ વેન્ટિલેશન સિસ્ટમનો વિકાસ કરાયો છે. PRAYASની ગ્રાન્ટ ઉપરાંત આ સ્ટાર્ટ અપને RIIDL અને કે જે સોમૈયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનજમેન્ટ દ્વારા સંયુક્તપણે ચાલતા ન્યૂ વેન્ચર ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ દ્વારા 5,00,000/- રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
અત્યંત વાજબી અને કિફાયતી વિકલ્પ
ડિઝાઇન એન્જિનિયરિંગના બીજા વર્ષના વિદ્યાર્થી ઋત્વિક મરાઠે અને તેના સાથી સાયલી ભાવસારે પણ નિહાલને આ પ્રોજેક્ટમાં મદદ કરી હતી. સાયલીએ તેમની વેબસાઇટ https://www.watttechnovations.com ની ડિઝાઇનનું કામકાજ સંભાળ્યું હતું અને તે ઉપરાંત સ્ટાર્ટ અપ અંગે સોશિયલ મીડિયા અને ડિજિટલ કન્ટેન્ટની જવાબદારી પણ અદા કરી હતી.
નિહાલે જણાવ્યું હતું કે પ્રારંભમાં તેની મહત્વાકાંક્ષા માત્ર તેની માતાની સમસ્યા દૂર કરવાની હતી. “પ્રારંભમાં મેં કયારેય વ્યાપારીકરણ અગે વિચાર્યું ન હતું. મેં માત્ર નાના પાયા પર જ તે બનાવવાનું વિચાર્યું હતું અને હુ જેમને ઓળખતો હતો તેવા જ ડૉક્ટરને જ તે આપવાનું વિચાર્યું હતું. પરંતુ પાછળથી જ્યારે અમે તેને સરળતાથી વિકસાવ્યુ ત્યારે મને લાગ્યું કે આ સમસ્યા ઘણી વિરાટ છે અને આપણા આરોગ્ય કર્મચારીઓ દરરોજ તેનો સામનો કરી રહ્યા છે. આ તબક્કે જ અમે તેના વ્યાપારીકરણની યોજના બનાવી હતી જેથી તે જરૂરિયાત ધરાવતા તમામને મળી શકે.”
લોટસ અને સાઈ સ્નેહ હોસ્પિટલ ખાતે કોવ-ટેક વેન્ટિલેશન સિસ્ટમનો ઉપયોગ થાય છે.
ઉપયોગમાં લેવા માટે તૈયાર થયેલી અંતિમ પ્રોડક્ટનો ઉપયોગ સાઈ સ્નેહ હોસ્પિટલ, પૂણે અને લોટસ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, પૂણે ખાતે થાય છે. કંપની હવે તેના ઉત્પાદનમાં મે/જૂન 2021માં વધારો કરવાની યોજના ધરાવે છે. આ સિસ્ટમની કિંમત પ્રતિનંગ 5499/- રૂપિયા છે અને અન્ય સ્પર્ધાત્મક પ્રોડક્ટની સરખામણીએ ઘણી ઓછી છે કેમ કે અન્ય પ્રોડક્ટની કિંમત એક લાખ રૂપિયા જેટલી થાય છે. નિહાલની ટીમ આ કિંમતમાં પણ ઘટાડો કરવાની વિચારણા કરી રહી છે.
આ પ્રોડક્ટની પહેલી બેચ બહાર પડી ગઈ છે. આ 30-40 યુનિટ દેશભરના તબીબો અને એનજીઓને પ્રાયોગિક ધોરણે આપવામાં આવી છે. લગભગ 100 યુનિટની આગામી બેચ હાલમાં પ્રોડક્શન હેઠળ છે.