આખી દુનિયા કોરોના વાયરસના કારણે ભયમાં છે. જ્યારથી કોરોના વાયરસના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારથી ચામાચીડિયા પણ ચર્ચામાં છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોના ચામાચીડિયાઓ દ્વારા માણસોમાં ફેલાયો છે. ICMRના પ્રમુખ વૈજ્ઞાનિક ડૉ. રમન આર ગંગાખેડકરે પણ ચીનના રિસર્ચણો હવાલો આપતા માન્યું છે કે કોરોના વાયરસ ચામાચીડિયામાં વિકસિત થયો અને ત્યાર બાદ માણસોમાં ફેલાયો. ગુજરાતના પાટણ જીલ્લામાં એક ગામ એવું છે જ્યાં આ જ કારણે ખૂબ ભયની સ્થિતિ છે.
પાટણ જીલ્લાના નેદ્રોડા ગામના રસ્તાઓ સુમસામ છે. એકલ દોકલ લોકો ત્યાં નજર આવે છે પરંતુ આ બધું લોકડાઉનના કારણે નથી. તમે વિચારતા હશો કે કોરોના વાયરસના કારણે આપવામાં આવેલા લોકડાઉનને કારણે આવું છે તો તે પૂર્ણ રીતે સત્ય નથી.
જ્યારે ગામવાળા લોકો પાસે જાણવાની કોશિશ કરવામાં આવી કે આખરે શું કારણ છે કે લોકો પોતાની બારી સુદ્ધાં ખોલવા તૈયાર નથી. જવાબ હેરાન કરવાવાળો હતો. લોકો આ ગામના એક ઘરથી ડરે છે જેમાં વર્ષોથી કમુબહેન નામના એક વૃદ્ધ મહિલા રહે છે. જોકે આ કોઈ ભૂતપ્રેતની વાર્તા નથી. તમે વિચારતા હશો કે કોઈ ભૂતપ્રેતની વાર્તા પણ નથી તો પછી કેમ અહીંના લોકો તે મકાનથી ડરે છે?
તમને જણાવી દઈએ કે એક જાણીતા ન્યૂઝ ચેનલની ટીમ જ્યારે એ વાતની તપાસ કરવા માટે ત્યાં પહોંચી કે તે ઘરમાં એવું તો શું છે કે લોકો પોતાના બારી બારણા ખોલતા પણ ડરે છે. જ્યારે ટીમનો સદસ્ય ઘરમાં દાખલ થઇ રહ્યો હતો ત્યારે એક ચામાચીડિયુ ઉડતું તેની સામેથી પસાર થયું. તેણે પાછળ ફરીને જોયું તો રૂમમાં અનેક ચામાચીડિયા દિવાલ પર લટકેલા હતા. અંદર દાખલ થવા માટે તેણે વાસણ ખખડાવ્યા ત્યારે તેને અંદર જવા માટે રસ્તો મળ્યો.
કમુબહેને જણાવ્યું કે છેલ્લા 40-50 વર્ષોથી આ જ પ્રકારે તે ચામાચીડિયા સાથે ઘરમાં રહે છે. રાત્રે ઘણીવાર ચામાચીડિયા તેમની ઉપર પડી જાય છે. ઘણીવાર કરડવા પણ આવે છે. આખી રાત ભયમાં વિતે છે. પરંતુ શું કરે? ક્યાં જાય? તેમના કહેવા અનુસાર તેમણે વહીવટીતંત્રને પણ ફરિયાદ કરી પણ કોઈ માર્ગ નહીં નીકળ્યો. તેમણે જણાવ્યું કે આ કારણસર તેઓ ઘણીવાર બિમાર રહે છે.
ગામના એક વ્યક્તિએ જણાવ્યું કે તમે જ વિચારો ઘરમાં એકલી વૃદ્ધ મહિલા હજારો ચામાચીડિયા એક સાથે કેવી રીતે રહેતી હશે. આ એક-બે દિવસની વાત નથી પરંતુ 40 વર્ષ તેમના આ ચામાચીડિયાઓ વચ્ચે રહીને નીકળ્યા છે. પરંતુ હાલના દિવસોમાં ગામના લોકોમાં જેટલો ભય કોરોના વાયરસણો નથી તેનાથી વધુ આ ચામાચીડિયાઓનો છે. ગામવાળાઓને લાગે છે કે આ ચામાચીડિયાઓના કારણે પાટણ બીજું વુહાન શહેર ન બની જાય.