અભિનેત્રી પ્રિયંકા ચોપડા આજે આખી દુનિયામાં ખૂબ પ્રખ્યાત છે. તે બોલિવૂડ ઉપરાંત લોકપ્રિય આંતરરાષ્ટ્રીય કલાકાર બની છે. તાજેતરમાં તેણે તેના પ્રોફેશનલ સંઘર્ષો પર વાત કરી હતી અને કહ્યું હતું કે તેણે માત્ર જીતનો જ નહીં પરંતુ નિષ્ફળતાઓનો પણ સામનો કરવો પડ્યો છે.
એક ઇન્ટરનેશનલ મેગેઝિન સાથેની વાતચીતમાં પ્રિયંકાએ કહ્યું કે તેણે એવી ઘણી ફિલ્મો કરી છે જે કોઈએ જોઈ નથી. તેણે કહ્યું કે જીવન એક સીડી છે અને તે કદી લક્ષ્ય નથી બની શકતું.
સ્ટીરિયોટાઇપ થવા નહોતી માંગતી પ્રિયંકા
પોતાની કારકિર્દી વિશે વાત કરતા પ્રિયંકાએ કહ્યું કે તે એક સ્ટીરિયોટાઇપ નહીં પણ મેઈનસ્ટ્રીમ એક્ટ્રેસ બનવા માગતી હતી. પ્રોફેશનમાં 10 વર્ષ રહ્યા પછી, તેને છેવટે લાગ્યું કે તે જ્યાં પહોંચવા માગતી હતી ત્યાં પહોંચી ગઈ છે.
કોરોનાની મહામારી વચ્ચે પ્રિયંકા આ મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે
વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો પ્રિયંકા કોરોના મહામારી વચ્ચે ઘણા પ્રોજેક્ટ્સના શૂટિંગમાં વ્યસ્ત છે. તે ‘મેટ્રિક્સ 4’ માં Keanu Reeves સાથે જોવા મળશે, જેના માટે તેણે બર્લિનમાં શૂટિંગ કર્યુ છે. આ સિવાય તેણે ‘ટેક્સ્ટ ફોર યુ’ નું શૂટિંગ પૂરું કર્યું છે જેમાં તે Sam Heughan સાથે જોવા મળશે. એટલું જ નહીં, પ્રિયંકાએ તેની આગામી સિરીઝ ‘Citadel’ પર પણ કામ શરૂ કરી દીધું છે.