બાબા રામદેવ દ્વારા એલોપેથીને સ્ટુપિડ સાયન્સ કહેવા પછી યોગગુરુ ડોક્ટરોના નિશાના પર આવ્યા છે. કોઈ તેમની ધરપકડની માગણી કરી રહ્યું છે તો કોઈ તેને કોરોના યોદ્ધા ડોક્ટરોનું અપમાન ગણાવી રહ્યા છે.
આ કેસમાં બાબા રામદેવે હવે બીજુ મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે કોઈના બાપ પણ રામદેવની ધરપકડ નહીં કરાવી શકે. તમને જણાવી દઇએ કે બુધવારે સોશિયલ મીડિયા પર આ વિવાદને કારણે ‘અરેસ્ટ બાબા રામદેવ’ ટ્રેન્ડ કરી રહ્યું હતું. જેના જવાબમાં રામદેવે આ ટિપ્પણી કરી હતી.
આ દરમિયાન તેમણે IMA પર કટાક્ષ કરતાં કહ્યું કે અરેસ્ટ તો તેમના બાપ પણ નહીં કરી શકે બાબા રામદેવને પરંતુ તેઓ બૂમો પાડી રહ્યા છે કે ‘ક્વિક એરેસ્ટ સ્વામી રામદેવ’. તેમણે વધુમાં કહ્યું કે, ક્યારેક કંઈક ચલાવે છે તો ક્યારેક કંઈક. ક્યારેક ઠગ રામદેવ, ક્યારેક મહાઠગ રામદેવ.
હવે આપણા લોકોને પણ ટ્રેન્ડ ચલાવવાની પ્રેક્ટીસ થઈ ગઈ છે.
કટાક્ષ કરતા બાબા રામદેવએ કહ્યું કે તેઓ ટ્રેન્ડ ચાલવતા રહે છે. હવે આપણા લોકોને પણ ટ્રેન્ડ ચલાવવાની પ્રેક્ટીસ થઈ ગઈ છે. આ દરમિયાન બાબા રામદેવએ તાળી પાડી અને હસતા કહ્યું કે તમે ટ્રેન્ડમાં હંમેશાં જ ટોપ પર પહોચી જાઓ છો એ માટે તમને અભિનંદન.