મેષ – કાર્યક્ષેત્રમાં સમસ્યાઓથી ઘેરાયેલા રહેશો. નસીબ તમારી તરફેણ કરશે નહીં. બીજાના ભરોસા પર ન રહો નહીં તો તમને આર્થિક નુકસાન થઈ શકે છે. દરેક કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. યાત્રા કંટાળાજનક પણ ફળદાયી રહેશે.
વૃષભ – ઓફીસમાં સિનિયર્સ તમારાથી પ્રસન્ન રહેશે. યોજનાઓને યોગ્ય સમય પર અમલમાં મૂકવાનો પ્રયાસ કરવો. તમારી ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરી શકશો. વેપારીઓ ગ્રાહકો સાથે મોટા સોદા કરી શકશે. તમે પરિવારના સભ્યોથી ખૂબ સંતુષ્ટ થશો.
મિથુન – બધા કામ સમયસર પૂર્ણ થશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે આજનો દિવસ ખાસ કરીને શુભ છે. જૂના મિત્રોની મદદ મળશે. બોસ સાથે પગાર વધારા અંગે ચર્ચા કરી શકો છો. જો તમે કોઈ નવી નોકરીની શોધમાં છો તો તમને સફળતા મળશે.
કર્ક – પરિવારજનો સાથે કોઈ તીર્થસ્થળની મુલાકાતની યોજના બની શકે છે. ધંધા-વેપારમાં કમાણી વધવાના યોગ છે પરંતુ કમાણીની સાથે ખર્ચ પણ વધશે. પેટમાં ગેસ-એસિડીટી જેવી સમસ્યા થઈ શકે છે. ઘરે મહેમાનનું આગમન થઈ શકે છે.
સિંહ – તમારી કોઈ કમજોરી લોકો સમક્ષ આવી શકે છે. ઘરની સમસ્યાનું જાતે જ નિવારણ લાવવાનો પ્રયાસ કરવો. જીવનસાથીના વ્યવહારથી મન વ્યથિત થઈ શકે છે. પોતાને સકારાત્મક રાખવા માટે ધ્યાન-યોગ કરવા.
કન્યા – સરકારી કામમાં આવતી અડચણોનો અંત આવશે. બપોર પછી સ્થિતિઓ એકદમ અનુકૂળ રહેશે. સામાજિક સંસ્થાઓમાં સેવા કાર્ય કરવાનો વિચાર ધ્યાનમાં આવી શકે છે. કાર્યક્ષેત્રમાં થયેલ પરિવર્તન લાભકારક રહેશે.
તુલા – તમારી સમજણ અને યોગ્યતાની દરેક સ્થળે પ્રશંસા થશે. પરિવારની જવાબદારીને લઈને થોડા ચિંતિત રહેશો. કૃષિ વિષયક ઉદ્યોગથી લાભ થશે. જે કાર્યને તમે કઠિન ગણો છો તે સરળતાથી પૂર્ણ કરી શકશો.
વૃશ્ચિક – આર્થિક હિસાબ સંદર્ભે થોડા ભ્રમિત થઈ શકો છો. તમારી યોજનાઓને લઈને શંકા ન કરો. આ સમયે ભાવુક થવાના સ્થાને પ્રેક્ટિકલ નિર્ણય લેવો હિતાવહ છે. જોખવી ઇન્વેસ્ટમેન્ટથી દૂર રહેવું. પ્રેમ સંબંધ મધુર બનશે.
ધન – સંતાનની ઉન્નતિથી મન પ્રસન્ન રહેશે. આળસમાં કોઈ કામ ટાળવું નહીં. તમારી કાર્ય પદ્ધતિનો લોકો વિરોધ નોંધાવી શકે છે. દિનચર્યામાં થોડી અસ્તવ્યસ્ત રહેશે.
મકર – ધંધાકીય પ્રવૃત્તિઓમાં વધારો થશે. પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. વડીલોના આશીર્વાદ અને સલાહ પ્રાપ્ત થશે. બોસ તમારી પ્રશંસા કરશે. પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે.
કુંભ – તમને મહેનતનું યોગ્ય પરિણામ મળશે. અટકેલા કાર્ય ઝડપથી પાર પડશે. પરિજન કોઈ કારણસર તમારી વાતથી અસહમતિ દર્શાવશે. નવા લોકો પર જલદી ભરોસો કરવો નહીં. ઓફીસમાં તમને અગત્યના પ્રોજેક્ટની જવાબદારી મળી શકે છે.
મીન – યુવા વર્ગ પોતાના ભવિષ્યનું પ્લાનિંગ કરી શકે છે. ધૈર્ય અને સંયમથી કામ કરવાથી ઉત્તમ પરિણામ મળશે. સમયનો સદુપયોગ કરી શકશો. પ્રોપર્ટીના ખરીદ-વેચાણથી લાભ થશે.