મેષ – આજે તમારે શારીરિક સમસ્યાનો સામનો કરવો પડશે. જીવનસાથી સાથે બિનજરૂરી દલીલમાં ઉતરવું નહિ. નકારાત્મક લોકોના સંપર્કમાં આવવાનું ટાળો. નજીકના વ્યક્તિ વિશે મન ઉદાસ થઈ શકે છે. વેપાર માટે યાત્રાના યોગ છે.
વૃષભ – મનમાં અશાંતિની ભાવના રહેશે. પ્રેમ સંબંધ અંગે તમે ખૂબ સંવેદનશીલ બનશો. વ્યવસાયમાં નવી ડીલ થવાની સંભાવના છે. લોકો ગંભીર સમસ્યાના ઉકેલ માટે તમારો સંપર્ક કરી શકે છે.
મિથુન – ભારે ઉદ્યોગો અને ખાણકામ વગેરે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોની આવકમાં વધારો થઈ શકે છે. પરિવારમાં તમારી પ્રશંસા થશે. ભાવનાઓના આધારે નિર્ણય ન લો. તમારી સામાજિક સ્થિતી વધુ સારી બનશે.
કર્ક – ખર્ચના મામલામાં તમારે સાવચેત રહેવું જોઈએ. સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં પૈસા ખર્ચ થશે. બાળકોના વર્તનથી તમારું મન પ્રસન્ન રહેશે. તમારે પૈસા ઉધાર લેવા પડી શકે છે. આત્મસંયમ રાખવો.
સિંહ – કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે. તમારા વિચારો લોકો સાથે શેર કરશો નહીં. બપોર પછી સ્થિતિ ધીમે ધીમે અનુકૂળ બની જશે. લોકો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે.
કન્યા – ભાગીદારીના કાર્યોથી તમને લાભ મળશે. વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી સત્તા અને ખ્યાતિ વધશે. ભાગીદારીના ધંધામાં લાભ થશે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો.
તુલા – ભૂતકાળની ભૂલોથી શીખવનો પ્રયત્ન કરો. કોઈ ગંભીર બાબતે તમે હિંમતભર્યો નિર્ણય લઈ શકો છો. તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે.
વૃશ્ચિક – ધંધામાં થોડું નુકસાન થવાની સંભાવના છે. કર્મચારી પર વધારે આધાર રાખશો નહીં. ઘરના સભ્યોમાં સારો તાલમેલ જાળવશો.
ધન – અજાણ્યાઓ પર વધારે વિશ્વાસ ન કરો. કોરોના દરમિયાન તમારું કાર્ય સાવધાનીથી કરો. પેટમાં બળતરા થવાની સમસ્યા થઈ શકે છે. કોઈની સાથે દલીલ ન કરો. માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.
મકર – બિઝનેસમાં નવા ભાગીદારો બની શકે છે. આવકના સ્ત્રોતોમાં વધારો થઈ શકે છે. તમને થોડી સારી માહિતી મળે તેવી સંભાવના છે. પરિવારમાં કોઈ મોટી ઘટના બની શકે છે. તમે બીજાનું ભલું કરવાનો પ્રયાસ કરશો, જેના કારણે તમારી પ્રશંસા થશે.
કુંભ – પૈસા ઉધાર લેવા અથવા ઉધાર આપવા નુકસાનકારક સાબિત થઈ શકે છે. બાળકોના ભવિષ્ય વિશે તમે થોડી ચિંતા કરશો. વિવાદો હલ કરવાનો પ્રયાસ કરો. આળસને તમારી જીવનશૈલીથી દૂર રાખો.
મીન – તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે. નવી તકનીકનો ઉપયોગ કરવાનું શીખો તે વધુ સારું રહેશે. સમજદાર નિર્ણય લેવાથી તમને કારકિર્દીની ઉત્તમ તકો મળી શકે છે. ધંધામાં વૃદ્ધિ થવાની સારી સંભાવના છે. તમારી વિચારસરણીને સકારાત્મક રાખવાનો પ્રયત્ન કરો.