મેષ – નવા વ્યવસાયિક કરાર થશે જે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. નોકરીમાં તમને ઉપલી વર્ગનો સહકાર પ્રાપ્ત થઈ શકશે. આજનો દિવસ તમારા માટે ખૂબ રોમેન્ટિક રહેશે. તમારા કાર્ય વ્યવહારની પ્રશંસા થશે. આવકમાં વધારો થશે.
વૃષભ – બેદરકારી રાખી તો બનેલા કામ પણ આજે બગડી શકે છે. જીવનસાથી સાથે વ્યવહાર વિનમ્ર રાખવો. શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ લાવવાની કોશિશ કરવી. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું.
મિથુન – મિત્રો સાથે સંબંધ વધુ ગાઢ બનશે. પ્રેમ સબંધોમાં તણાવ દૂર થશે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. ઉચ્ચ અધિકારી તમારા કામની પ્રશંસા કરી શકે છે. પરિવારમાં શુભ કાર્યનું આયોજન કરી શકશો.
કર્ક – પૂર્ણ નિષ્ઠાથી કરેલા કાર્યમાં સફળતા જરૂર મળશે. વિદેશથી જોબ ઓફર મળી શકે છે. અટકેલા કાર્ય પૂર્ણ કરવા માટે વધુ ખર્ચ કરવો પડી શકે છે. બીજા માટે મદદરૂપ બની શકશો.
સિંહ – પરિવારમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. કમિશન સંબંધી કાર્યમાં લાભ થશે. સામાજિક અને ધાર્મિક કાર્યમાં ખર્ચ થઈ શકે છે. નોકરિયાત લોકોની સેલરીમાં વધારો થઈ શકે છે. કોઈ પણ કાર્ય પૂર્ણ આત્મવિશ્વાસ સાથે કરવું.
કન્યા – નવા કાર્ય શરૂ કરવા માટે ઉતાવળ ન કરવી. ઓફીસમાં કોઈ સહકર્મચારીના કારણે મૂડ ખરાબ થઈ શકે છે. ઇચ્છાનુસાર સફળતા નહીં મળશે. પૂરતો આરામ કરવો હિતાવહ છે.
તુલા – ધંધાકીય લક્ષ્ય માટે યોજના બનાવી શકો છો. પ્રેમ સંબંધ વધુ મધુર બનશે. તમારી દિનચર્યા સંતુલિત રહેશે. સરકારી અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે.
વૃશ્ચિક – ફાલતું બાબતોમાં સમય વ્યર્થ ન કરવો. તમારી કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. ઓફીસમાં બધું તમારા અનુકૂળ થશે પરંતુ મોટાભાગના કાર્ય સમયસર પૂર્ણ થશે નહીં.
ધન – લોકોનું તમારા પ્રત્યે આકર્ષણ વધશે. પારિવારિક ચિંતા દૂર થશે. ભાગીદારીવાળા પ્રોજેક્ટમાં ફાયદો થશે. વિધાર્થીઓ નવા સ્ટાર્ટઅપ અને કરિયર બાબતે વિચારી શકે છે. ભાવનામાં આવીને કોઈ પણ વ્યવસાયિક નિર્ણય લેવાનું ટાળવું.
મકર – કોઈ નવી વ્યવસાયિક ડીલ થઈ શકે છે. પ્રોપર્ટી વિવાદના મામલામાં ઉકેલ આવશે. નાની-નાની બાબતોમાં ગુસ્સો આવી શકે છે. દિવસની શરૂઆત તણાવયુક્ત રહેશે.
કુંભ – માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકોને વિશેષ લાભ થશે. પોતાની કાર્યક્ષમતાને યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકશો. સંતાનના કરિયરની ચિંતા દૂર થશે. ભાઈ-બહેનના સંબંધો મધુર બનશે. દિવસ સકારાત્મક રહેશે.
મીન – સમય અનુસાર પોતાના વ્યવહારમાં પરિવર્તન લાવવું જરૂરી છે. કોઈના પર પોતાના વિચારો થોપવાનું ટાળવું. ઘરનું વાતાવરણ સારું રહેશે. લેખન કાર્ય સાથે સંકળાયેલા લોકો નવી રચના કરી શકશે.