મેષ – રાજકારણમાં સામેલ લોકોએ કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સંસાધનોની ઉપલબ્ધતા હોવા છતાં, તમે તેનો સંપૂર્ણ લાભ લઈ શકશો નહીં. પ્રોપર્ટી ખરીદ-વેચાણથી તમને મોટો ફાયદો મળશે. નવી ડીલ અંગે થોડી શંકા રહેશે. ત્વચામાં એલર્જી જેવી કેટલીક સમસ્યા થઈ શકે છે.
વૃષભ – આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. ઓફિસના કામની જવાબદારી તમને મળી શકે છે. પ્રેમ સંબંધમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. તમારે સંપૂર્ણ ઉત્સાહ અને વિશ્વાસ સાથે કામ કરવાની જરૂર છે. તમારા બજેટને ધ્યાનમાં રાખીને વ્યવસાયમાં રોકાણ કરવાની યોજના બનાવવી.
મિથુન – આર્થિક પ્રોજેક્ટ માટે સમય અનુકૂળ છે. ઉચ્ચ અધિકારીઓને વધુ જવાબદારી સોંપવામાં આવી શકે છે. જો તમને ગળામાં ચેપ જેવી કોઈ સમસ્યા છે, તો તરત જ તમારા ડૉકટરને મળો. ખોટી માન્યતાઓને દૂર કરવા માટે સમય યોગ્ય છે.
કર્ક – ઉદ્યોગપતિઓને તેમના ધંધામાં વૃદ્ધિ કરવાની તક મળશે. તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તમ સફળતા મળી શકે છે. તમને રોગમાંથી મુક્તિ મળશે. સકારાત્મકતાની ભાવના તમારામાં જાગૃત થશે. તમને નવી નોકરી મળી શકે છે. ઘરનું વાતાવરણ ઉત્તમ રહેશે.
સિંહ – પરિવારના વડીલોની સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહેશે. હિસાબ બાબતે મૂંઝવણ થઈ શકે છે. ચિંતાને કારણે માથાનો દુખાવો અને તાણ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓએ તેમના લક્ષ્યો વિશે બેદરકાર ન થવું જોઈએ.
કન્યા – તમારા બધા કામ સમયસર પૂર્ણ થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. લોકો તમારી વાતચીતથી ખૂબ પ્રભાવિત થશે. બેન્કિંગ પ્રોફેશનલ્સ માટે દિવસ ખાસ ફાયદાકારક રહેશે.
તુલા – બહારના લોકોને પારિવારિક વિવાદમાં દખલ ન દેવા દો. દિવસની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે પરંતુ તમારા મનમાં શંકા રહેશે. કમર અને પગમાં સમસ્યા આવી શકે છે. તમારી વર્તણૂકમાં સાનુકૂળતા રહે. જીવનસાથીની સલાહ લેવી જોઈએ.
વૃશ્ચિક – આજે તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે. મીડિયા સાથે સંકળાયેલા લોકો ઘણી જવાબદારી નિભાવશે. સરકારી અધિકારીઓને માન મળી શકે છે. વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ અંગે ખૂબ સાવધ રહેવું. તમે તમારા મિત્રો સાથે આનંદમાં સમય વિતાવી શકશો.
ધન – તમે થાક અને નકારાત્મકતાથી પીડાઈ શકો છો. ખોટી સંગતને કારણે અપમાન થઈ શકે છે. લગ્નેતર સંબંધોથી દૂર રહો. ભાવનાત્મક રૂપે નબળાઈ અનુભવશો. આકસ્મિક પ્રવાસ ટાળવો.
મકર – ધાર્મિક સ્થળોની મુલાકાત લેવી. દામ્પત્ય જીવનમાં ગડમથલ દૂર થશે. નાણાકીય બાબતો માટે દિવસ શ્રેષ્ઠ છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના ઉદ્યમીઓને મોટા ઓર્ડર મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. બાળકોની ચિંતા દૂર થશે.
કુંભ – ઓફિસના રાજકારણમાં પ્રભુત્વ મેળવશો પરંતુ તાણ હજી પણ તમને પરેશાન કરી શકે છે. નજીકના મિત્રો સાથે સમય પસાર કરવો. આયાત-નિકાસ સંબંધિત ધંધામાં ઉત્તમ લાભ મળી શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખવો.
મીન – ટેકનિકલ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ ચિંતિત થઈ શકે છે. તમારા વિચારોને તર્કસંગત રૂપે વ્યક્ત કરો. કમિશનવાળા કામથી દૂર રહો. લાગણી પર કાબૂ રાખવો. તમારા મનમાં અજાણ્યો ડર પેદા થઈ શકે છે.