SBI, HDFC બેંક, ICICI બેંક અને બેંક ઓફ બરોડા સિનિયર સિટિઝનને સ્પેશિયલ ફિક્સ ડિપોઝીટની ઓફર આપી રહી છે જે 30 જૂન 2021 એ બંધ થવા જઈ રહી છે જણાવી દઈએ કે બેંક સિનિયર સિટિઝન માટે 2020માં ખાસ ઓફર લાવી હતી. આ ઓફર હતી સિલેક્ટેડ મેચ્યોરિટી પીરિયડ વાળી FDમાં સિનિયર સિટિઝનને મળતા વ્યાજ દર પર 0.50 ટકા સુધીના એક્સ્ટ્રા વ્યાજની. એટલે કે રેગ્યુલર કસ્ટમરને મળતા વ્યાજથી 1 ટકા જેટલું વધુ વ્યાજ.
આ ઓફરની ડેડલાઈન 31 માર્ચ હતી જેને વધારીને 30 જૂન 2021 કરી દેવામાં આવી છે. એટલે કે હજી સિનિયર સિટિઝન પાસે આ ઓફરનો લાભ લેવા માટે જૂનનો મહિનો બાકી છે.
SBI – SBIમાં હાલમાં સામાન્ય નાગરિકોને FDમાં પાંચ વર્ષની સમર્ય મર્યાદા સુધી 5.4 ટકા વ્યાજનો લાભ મળે છે. જો કોઈ સિનિયર નાગરિક સ્પેશિયલ FD યોજના અંતર્ગત FD કરે છે તો તેને 6.20 ટકા વ્યાજ મળે છે. આ સ્કીમ 5 વર્ષ અથવા તેનાથી વધુ પીરિયડ માટે હોય છે.
HDFC બેંક – HDFC બેંકે સિનિયર સિટિઝન કેર ઓફર જાહેર કરી છે. બેંક આ ડિપોઝીટ પર 0.75 ટકા વધુ વ્યાજ આપે છે. જો કોઈ સિનિયર નાગરિક HDFC બેંકની સિનિયર સિટિઝન કેર FD અંતર્ગત ફિક્સ ડિપોઝીટ કરે છે તો FD પર મળતું વ્યાજ દર 6.25 ટકા હશે.
બેંક ઓફ બરોડા (BOB) – બેંક ઓફ બરોડાની વિશેષ FD યોજના (5થી 10 વર્ષ સુધી) અંતર્ગત જો કોઈ સિનિયર વ્યક્તિ ફિક્સ ડિપોઝીટ કરે છે તો FD પર મળતું વ્યાજ 6.25 ટકા હશે.
ICICI બેંક – ICICI બેંકે સિનિયર નાગરિકો માટે સ્પેશિયલ FD સ્કીમ ICICI બેંક ગોલ્ડન યર્સ (ICICI Bank Golden Years) સ્કીમ જાહેર કરી છે. બેંક આ સ્કીમ અંતર્ગત 0.80 ટકા વધુ વ્યાજ ઓફર કરી રહી છે. ICICI બેંક ગોલ્ડન યર્સ FD સ્કીમ સિનિયર નાગરીકોને વાર્ષિક 6.30 ટકાનું વ્યાજ દર આપી રહી છે.