બાબા રામદેવ VS IMA: IMAએ ફટકારી 1000 કરોડ રૂપિયાની નોટિસ

એલોપેથી અને ડોક્ટરો પર વિવાદિત નિવેદન આપીને યોગગુરુ બાબા રામદેવ ખરાબ રીતે ફસાઈ ગયા છે. તેમની મુશ્કેલીઓ હવે વધી રહી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ઉત્તરાખંડએ બાબા રામદેવને 1000 કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ મોકલી છે. નોટિસમાં આગામી 15 દિવસમાં બાબા રામદેવ પાસે તેમના નિવેદનનું ખંડન કરતો વીડિયો અને લેખિત માફી માગવા જણાવાયું છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો બાબા રામદેવ 15 દિવસની અંદર ખંડન વીડિયો અને લેખિતમાં માફી નહીં માગે તો તેમની પાસેથી 1000 કરોડ રૂપિયાની માગણી કરશે. આ ઉપરાંત બાબા રામદેવ પાસે 72 કલાકની અંદર કોરોનિલ કીટની ભ્રામક જાહેરાત દરેક સ્થળેથી હટાવવા માટે કહેવાયું છે. જ્યાં એ દાવો કરવામાં આવ્યો છે કે કોરોનિલ કોવિડ વેક્સીન પછી થતા સાઈડ ઈફેક્ટ પર પ્રભાવી છે.

બાબા રામદેવે આપ્યું હતું વિવાદિત નિવેદન

જણાવી દઈએ કે થોડા સમય અગાઉ એલોપેથી દવાને લઈને તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું. આ વિવાદ વધવાથી અને કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધનની સખત નારાજગી બાદ બાબા રામદેવે પોતાનું નિવેદન પરત લીધું હતું.

બાબા રામદેવે IMAને પૂછ્યા 25 સવાલ

યોગગુરુ રામદેવ દ્વારા એલોપેથી વાળું નિવેદન પરત લીધા પછી ફરી એકવાર મોર્ડન સાયન્સ પર સવાલ ઉભા કરવામાં આવ્યા છે. બાબા રામદેવે હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) અને ફાર્મા કંપનીઓને ખુલીની પત્ર લખી 25 સવાલ પૂછ્યા છે. બાબા રામદેવ દ્વારા પૂછવામાં આવેલો 25મો સવાલ ખૂબ કટાક્ષ ભર્યો છે. બાબા રામદેવે પૂછ્યું છે કે જો એલોપેથી સર્વશક્તિમાન અને સર્વગુણ સંપન્ન છે તો પછી એલોપેથીના ડોક્ટરણો બિમાર ન થવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *