તબીબોની અછતને નિવારવા સુરતના 85 ડોક્ટરોએ આપી નિ:શુલ્ક તબીબી સેવા

કોરોના સંકટમાં તબીબો ‘સફેદ એપ્રનમાં ઈશ્વરીય ફરિશ્તાઓ’ સાબિત થયાં છે. ભગવાન કોઈએ જોયો નથી, પરંતુ કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થયેલાં હરેક વ્યક્તિ કહે છે કે અમારી સારવાર કરનારા તબીબોએ ભગવાન બનીને મોતમાંથી મુખમાંથી ઉગાર્યા છે. એટલે જ જો ભગવાનની ઉપાસના કરવા માંગતા હો તો જનસેવા પણ એક શ્રેષ્ઠ માર્ગ છે. કંઇક આવા જ માર્ગે ચાલીને 85 સુરતી ડોક્ટરોએ ‘જનસેવા એજ પ્રભુસેવા’ને સર્વોપરી ગણી સિવિલ અને સ્મીમેરમાં નિ:શુલ્ક તબીબી સેવા આપી હતી. કોરોનાની બીજી લહેર દરમિયાન બંને હોસ્પિટલમાં તબીબી સ્ટાફની અછતને નિવારવા સિવિલમાં 44, સ્મીમેરમાં 25, આઇસોલેશન સેન્ટરોમાં 16 ખાનગી ડોક્ટરોએ વિનામુલ્યે અને નિ:સ્વાર્થ સેવા આપીને સાબિત કર્યું છે કે ‘માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, અને માનવ સેવાથી મોટી કોઈ સેવા નથી’.

સુરતની પ્રાઇવેટ હોસ્પિટલમાં કાર્યરત આ તબીબો કોવિડની વિકટ પરિસ્થિતિમાં ‘સ્વ’ ને ‘પર’ ને પ્રાધાન્ય આપ્યું છે. સિવિલ અને સ્મીમેરમાં સ્ટાફની અછત જણાઈ રહી છે એવું એવું જાણવા મળતા કોઇ પણ ચાર્જ લીધા વિના નિ:શુલ્ક સેવા આપવાનો સૌને વિચાર આવ્યો જેથી સિવિલમાં 44, સ્મીમેરમાં 25, આઇસોલેશન સેન્ટરોમાં 16 તબીબોએ કોવિડના દર્દીઓ માટે સારવાર સેવાયજ્ઞમાં આહૂતિ આપી હતી.

તબીબોની ટીમ એક સૂરે જણાવે છે કે, કોરોનાની ત્રીજી લહેર આવશે તો પણ અમારી ટીમ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવા સંકલ્પબદ્ધ છીએ.

તબીબ ડો.હિતેશ ઇટાલિયા જણાવે છે કે, ‘સવારે અમે જ્યારે દર્દીની મુલાકાતે જતા, ત્યારે કોવિડના દર્દીઓ અમને આવજો કહીને ‘સાંજે પણ તમે આવશો ને? એવું પૂછતા ત્યારે ખુબ આનંદની લાગણી થતી. કોવિડમાં દર્દીને સારવારની સાથે સહાનૂભૂતિની જરૂર હોય છે, જે માટે અમે સારવાર સાથે જ મનોબળ અને જુસ્સો વધારતાં વાક્યો બોલીને તેમને જરાયે ચિંતા ન કરવાં કહેતા.

નવી સિવિલમાં સેવા આપનાર ડો.રિતેશ શાહ જણાવે છે કે, ‘કોરોનાની વિકટ સ્થિતિ જોવા મળી ત્યારે સિવિલમાં સેવાભાવી સંસ્થાઓ સાથે કોવિડ વોર્ડમાં જવાનું થતું હતું. જ્યાં મને લાગ્યું કે, જો હજુ વધુ તબીબો કાર્યરત હોય તો વધુ સારી સારવાર કરી શકાય. જેથી એકબીજાથી પરિચિત મિત્ર ડોક્ટરોનું એક ગ્રુપ બનાવ્યું. જેમાં ધીરે-ધીરે 85 તબીબો જોડાયા અને સૌએ સરકારી હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં સેવા આપવાના વિચારને વધાવી લીધો. સ્થાનિક આરોગ્ય તંત્રવાહકો સાથે વાત કરી એમની અનુમતિ લઇ 44 તબીબોના પાંચ ગ્રુપ બનાવી અલગ અલગ કોવિડ વોર્ડમાં સેવા આપવાનું શરૂ કર્યું હતું. ઘણીવાર મોટી ઉંમરના દર્દીઓ પોતાના દિકરા-દીકરીઓને મળવા માટે માનવસહજ જિદ્દ કરે એવા સમયે વડીલ દર્દીને ‘અમે જ તમારા દીકરા છીએ, પછી ચિંતા શાની કરો છો?’ એવું આત્મીયભાવે કહીને એમને એકલતાનો અનુભવ થવા દેતા ન હતા.

સ્મીમેરમાં સેવા કરનાર આ ડોક્ટર ગ્રુપના ડો. હસમુખ બલરે જણાવ્યુ હતું કે, હું પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. ભૂતકાળમાં પૂર, પ્લેગ જેવી અનેક કુદરતી આફતોમાં સપડાયેલા સુરતને આપણે સૌએ સાથે મળીને ફરીવાર ધબકતું કર્યું છે. કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ. સિવિલ, સ્મીમેરમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ  રહ્યો હતો, જેથી તબીબી ધર્મને અનુસરી, મુશ્કેલીમાં મૂકાયેલા આપણા ભાઈઓ-બહેનો માટે કંઈક કરવું જોઈએ એવી ભાવનાથી પ્રેરાઈને ગ્રુપ બનાવ્યું. સાથી તબીબોએ પણ સાથ-સહકાર આપવા ઉમળકો દર્શાવ્યો. સ્મીમેર આરોગ્યતંત્રની સંમતિથી અહીં 25 તબીબો કોરોના દર્દીઓની સેવામાં જોડાયા. કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સતત સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે તે ખૂબ જ જરૂરી છે. કોરોનાની સારવાર દરમિયાન ઘણા દર્દીઓ માનસિક રીતે પડી ભાંગે તેવા કિસ્સા જોવા મળે છે. પરંતુ આ રોગ સામે ડરવાની નહીં, પરંતુ તેનો સામનો કરવાની જરૂર છે એવું અમે અવારનવાર કાઉન્સેલિંગ કરીને સમજાવતા, ત્યારે દર્દીઓ હિંમત કેળવીને દર્દનો સામનો કરવાં વધુ મજબૂત બન્યાં એ

*સ્મીમેરમાં વિનામૂલ્યે સેવા આપનાર તબીબો:*

ડો.ભાવેશ કાચા, ડો.ભાવેશ પોશિયા, ડો.હિરેન અણઘણ, ડો.નિશ્ચલ ચોવટીયા, ડો.ગૌરાંગ ઘીવાલા, ડો.અમીબાબુ પંડ્યા, ડો.પલ્લવ પરિખ, ડો.જિનેશ પુરોહિત, ડો.રાકેશ બરોડીયા, ડો.વિરલ બરફીવાલા, ડો.ભાવિન ભુવા, જિજ્ઞેશ બલર, ડો.નરેન્દ્ર શિરોયા, ડો.મનિષ સવાણી, ડો.કલ્પેશ લાઠિયા, ડો.રોનક માલાણી, ડો.રવિરાજ, ડો.હરિકૃષ્ણ પટેલ, ડો.વિક્રમ લોટવાલા, ડો.વિશાલ શાહ, ડો. પ્રિતેશ પટેલ, ડો.સુધિર નાવડીયા, ડો.મોના શ્રોફ, ડો.હિતેશ ઈટાલિયા

*સિવિલ વિનામૂલ્યે સેવા આપનાર તબીબો:*
ડો.નિર્સગ, ડો.નિલય, ડો.કેવિન ચોક્સી, ડો.ભુપેન્દ્ર ઠુમ્મર, ડો.વિજય, ડો.કિશોર રૂપારેલીયા, ડો.હસમુખ બલર, ડો.પિન્ટુ, ડો.હેમાશું પાનસુરિયા, ડો.ભાવેશ માવાણી, ડો.જગદીશ વઘાસિયા, ડો.ધવલ સાકરીયા, ડો.સુરેશ કાબરિયા, ડો.શનિ, ડો.મોહિત, સુધીર નાવડીયા, ડો.વિનોદ આહીર, ડો.તુષાર પટેલ, ડો.પ્રફુલ્લ શેખડા, ડો.કિશોર બેલડીયા, ડો.અલ્પના પરમાર, ડો.ભાવેશ કાચા, ડો.રજનીકાન્ત પટેલ, ડો.રોનક માલાણી, ડો.રિતેશ શાહ, ડો.સંજય વઘાસિયા, ડો.રિતેશ.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *