કોંગ્રેસના નેતા અને MP રાજીવ સાતવનું 46 વર્ષની ઉંમરે નિધન, કોરોના સંક્રમિત હતા રાજીવ

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવનું નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાથી સંક્રમિત હતા અને તેની સામે લડત આપી રહ્યા હતા. તેમની ઉંમર 46 વર્ષ હતી. 22, એપ્રિલના દિવસે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાંક દિવસોથી તેમની તબિયત સતત લથડી રહી હતી.

કોરોનાના સામાન્ય લક્ષણ જણાતા તેમણે રિપોર્ટ કઢાવ્યા હતા, ત્યાર બાદ 22 એપ્રિલના દિવસે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં તેમની સ્થિતિમાં સુધાર જણાઈ રહ્યો હતો પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી તેમની તબિયત લથડી રહી હતી. હોસ્પિટલના સૂત્રોથી જાણવા મળ્યું કે અચાનક તબિયત બગાડવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા અને રવિવારના દિવસે રાજીવ સાતવનું નિધન થઈ ગયું.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રાજીવ સાતવના નિધન પર દુઃખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે, “મને મારા મિત્ર રાજીવ સાતવને ગુમાવવાનું દુઃખ છે. તેઓ ઘણી ક્ષમતાવાળા નેતા હતા, જેમણે કોંગ્રેસના આદર્શોને સાકાર કર્યા છે. આ આપણા સૌ માટે ક્ષતિ છે.”

આ ઉપરાંત પ્રિયંકા ગાંધી વાડ્રા અને રણદીપ સુરજેવાલાએ પણ રાજીવ સાતવના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *