સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ફેસબુકે નવા ફિચરની જાહેરાત કરી છે. હવે યુઝર્સ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પબ્લિક લાઈક કાઉન્ટને છૂપાવી શકે છે. આનો અર્થ એ છે કે તમારે અન્ય લોકોની પોસ્ટ પર કેટલી લાઈક આવી રહી છે તેના વિશે ટેન્શન લેવાની જરૂર નથી. એટલે કે, જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર નંબર ગેમથી બ્રેક લેવા માંગતા હોવ તો હવે તે શક્ય બનશે.
તમને આ નવા ફિચર સાથેનો બીજો વિકલ્પ આપવામાં આવ્યો છે. આની મદદથી તમે ફીડમાં તમારી બધી પોસ્ટની લાઈક્સના કાઉન્ટ છૂપાવી શકો છો. તમને તમારી પોસ્ટની લાઈકને છૂપાવવાનો વિકલ્પ મળશે. તેનાથી બીજા લોકો તમારી પોસ્ટ પર કેટલી લાઈક આવી છે તે નહીં જોઈ શકશે.
આ અંગે ફેસબુકે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ફોટા અને વીડિયો વધુ શેર થાય. યુઝર્સ કેટલી લાઈક્સ આવે છે તેના બદલે, શેર કરેલા ફોટા અને વીડિયોની ક્વોલિટી પર ફોકસ કરે.
લાઈક હાઈડ કરવાનું ઓપ્શન તમે પોસ્ટ શેર કરતા પહેલા સિલેક્ટ કરી શકશો. પોસ્ટ લાઈવ થયા પછી પણ તમે આ ફિચરને એક્ટિવ કરી શકશો. આગામી થોડા સમય બાદ આ ફિચરને બહાર પાડવામાં આવશે.
Instagram એ એક નિવેદનમાં કહ્યું કે લાઈક્સ કાઉન્ટ હાઈડ કરવા માટે લોકો પર કોઈ પણ પ્રકારનું પ્રેશર નહીં આવે. એક્સપર્ટ અને લોકોએ જણાવ્યું કે લાઈક કાઉન્ટ ન જોવી એ તેમના માટે સારો અનુભવ રહ્યો છે. કેટલાક લોકો લાઈક કાઉન્ટ પરથી શોધે છે કે શું ટ્રેન્ડીંગમાં છે.
ફેસબુક પરથી લાઇક કાઉન્ટ ફીચરને લાંબા સમયથી દૂર કરવાની ચર્ચા ચાલી રહી હતી. હવે કંપનીએ સ્પષ્ટ કરી દીધું છે કે આગામી થોડા દિવસોમાં આ સુવિધા દરેકને માટે જાહેર કરવામાં આવશે.