અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્ષમાં લાગી આગ, ઉપર છે કોવિડ હોસ્પિટલ

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી. આગ લાગવાની આ ઘટનાને કારણે થોડા સમય માટે ભારે દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત પ્રાથમિક જાણકારી અનુસાર આગ પર કાબુ મેળવવા માટે જાણ થતાની સાથે જ ફાયર વિભાગની કુલ 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ કોમ્પ્લેક્ષમાં ઉપરના માળે વેદાંત હોસ્પિટલ પણ કાર્યરત છે.

pc: divyabhaskar.co.in

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાની આ ઘટનાને કારણે ધૂમાડાના ગોટા દૂરથી નજરે ચડતા હતા. થોડી જ વારમાં આગ ફેલાઈ ગઈ હતી. ફાયરના જવાનોએ ત્રણથી ચાર જગ્યાએથી પાણીનો મારો ચલાવ્યો હતો. આગની આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.

pc: divyabhaskar.co.in

આ કોમ્પ્લેક્ષમાં ઉપરના માળે વેદાંત હોસ્પિટલ આવેલી છે જે કોરોના કેર માટે કાર્યરત છે. આગ લાગવાની ઘટનાની જાણ થતા જ હોસ્પિટલની એમ્બ્યુલન્સણો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને આગ વધુ પ્રસરે એ પહેલા કોવિડના દર્દીઓને સુરક્ષિત સ્થાને ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. દર્દીઓને સુરક્ષિત સ્થાને પહોંચાડવાની કામગીરી માટે 108ની પણ મદદ લેવામાં આવી હતી. કુલ પાંચ 108 અને ચાર અન્ય એમ્બ્યુલન્સની મદદથી 12 જેટલા દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થયા બાદ કોર્પોરેશનના ડે. કમિશ્નર ડૉ. ઓમ પ્રકાશ મછરા પણ ઘટના સ્થળે પહોચી ગયા હતા.

pc: divyabhaskar.co.in

આ કોમ્પ્લેક્ષમાં નીચેના માળે IDBI બેંક આવેલી છે તે તરફના ભાગમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને પગલે વીજ પૂરવઠો કટ કરવાની ફરજ પડી હતી. આગને કારણે ઈમારતનો એક તરફનો ભાગ ખાખ થઈ ગયો હતો. પાણીનો સતત મારો ચલાવીને આગ કાબુમાં કરવામાં આવી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ બિલ્ડિંગમાં મોટું નુકસાન થયું હોવાનું હાલ જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *