મેષ – આજે તમે વધુ પડતા કામથી અસ્વસ્થતા અનુભવી શકો છો. ભાઈ-બહેનના વર્તનથી મન અસ્વસ્થ થઈ શકે છે. મોટા અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિષયો પર નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. વધુ પડતા આત્મવિશ્વાસથી નુકસાન થઈ શકે છે. ધંધામાં મુશ્કેલીઓ થશે, પરંતુ પોતાને નબળા ન માનશો.
વૃષભ – તમને ઉચ્ચ સ્તરની જવાબદારી મળી શકે છે. વિદેશથી વ્યવસાયિક ડીલ મળવાની સંભાવના છે. પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ વધુ સારી રીતે કરી શકશો. સરકારી સ્તોત્રોથી તમને લાભ મળશે. ઘરની સમસ્યાઓ કોઈપણ બહારના વ્યક્તિ સાથે શેર કરશો નહીં.
મિથુન – તમારી ઉપર કામનો સ્ટ્રેસ અચાનક વધી શકે છે. ઉધાર આપેલી મૂડી પરત ન આવતા પરેશાની થઈ શકે છે. હાલમાં ધીરજ રાખવાનો સમય છે. અંદાજ અનુસાર બિઝનેસમાં ધન લાભ થશે નહીં. પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.
કર્ક – એવા લોકોથી દૂર રહો કે જે દરેક ઘટના પર આકરી પ્રતિક્રિયા આપતા હોય. વ્યવહારમાં વિનમ્રતા રાખવી. સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતાની ખાસ કાળજી લેવી. નોકરીમાં તમારે તમારી ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને કામ કરવું. કોઈના પ્રત્યે તમારા મનમાં ખોટા વિચારો ન આવવા દો.
સિંહ – તમારા વ્યવહારથી નજીકના લોકોને દુઃખ પહોંચી શકે છે. ધંધામાં તમારા વિરોધીઓ વધી શકે છે. મુશ્કેલ સંજોગોમાં ધૈર્ય બનાવી રાખવું. સંબંધમાં અંતર વધવાની સંભાવના છે. ઓનલાઈન બિઝનેસમાં મોટો ફાયદો થઈ શકે છે.
કન્યા – નવા વ્યવસાયિક સંબંધો બનશે. ભાગીદારીમાં કરેલા ધંધામાં તમને લાભ મળશે. તમે નવા સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. શુભચિંતકો પાસેથી લીધેલી સલાહ ખૂબ કામ લાગશે.
તુલા – દેખાડો કરવાના ચક્કરમાં નુકસાન થઈ શકે છે. ઉચ્ચ અધિકારી પાસેથી પ્રશંસા મળી શકે છે. પ્રેમ સંબંધોને પરિવારની સહમતિ મળવાના સારા યોગ છે. નાણાંકીય બાબતમાં નસીબદાર રહેશો.
વૃશ્ચિક – આજે તમે જ્ નવું શીખવાનો પ્રયત્ન કરશો. આયોજનબદ્ધ કામ કરી શકશો. તમે કોઈ જૂના કેસ બાબતે ચિતિત રહેશો. શેર બજાર સાથે જોડાયેલા લોકોને મોટો ફાયદો મળી શકે છે. તમે નવા કામ શરૂ કરી શકો છો
ધન – નવી વસ્તુઓ ખરીદી શકો છો. લોકો તમારા વ્યક્તિત્વ દ્વારા ખૂબ આકર્ષિત થશે. તમારે પારિવારિક કામમાં પૈસા ખર્ચવા પડશે. પ્લાનિંગથી વિપરિત કામ કરવું પડી શકે છે. તમારે નવા મિત્રો બનાવવા જોઈએ. તમારા શત્રુઓને અવગણશો નહીં.
મકર – આજુબાજુના વાતાવરણનું ધ્યાન રાખવું. તમારી ક્ષમતાનું પ્રદર્શન કરવાની તક મળશે. નવું શીખવાનો પ્રયત્ન કરવો. વૈવાહિક જીવનમાં આનંદ રહેશે. ભાઈ-બહેન સાથેના સંબંધ મધુર બનશે. ધંધાના વિસ્તરણ માટે લોન લેવી પડી શકે છે.
કુંભ – કાયદાકીય બાબતોમાં સફળતા મળશે. સહકર્મીઓ સાથે સંબંધ મધુર રહેશે. દાંપત્યજીવનમાં આનંદ રહેશે. તમારા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.
મીન – તનાવયુક્ત વાતાવરણમાં પણ તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે. વ્યાપારમાં મોટો સુધારો કરી શકો છો. ઉચ્ચતર શિક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. માતા-પિતા પાસેથી ઉપયોગી સલાહ પ્રાપ્ત થઈ શકે છે. સંતાનની પ્રગતિથી મન આનંદિત રહેશે.