આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના લોકોને આજે નોકરીની તક મળી શકે…

મેષ – કારકિર્દીને લઈને ચિંતા થશે. ધન-સંપત્તિની બાબતમાં તમને સફળતા મળશે. લોકો તમારી પ્રતિભા અને ક્ષમતાઓનો આદર કરશે. બાળકોના શિક્ષણ પર ધ્યાન આપવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એકાંતમાં રહેવાથી મન હળવું થશે. સરકારી બાબતોમાં સાવધાની રાખવી.

વૃષભ – સ્પર્ધાત્મક પરીક્ષામાં વિધાર્થીઓ સારું પરિણામ પ્રાપ્ત કરી શકશે. પરિવારની બાબતે થોડા ચિંતિત રહેશો. ગુપ્ત પ્રેમ સંબંધનો ખુલાશો થવાની સંભાવના છે. તણાવમાં રહેવાના સ્થાને ધૈર્ય અને સંયમથી કામ લેવું જરૂરી છે.

મિથુન – કાર્યમાં સરકારી સહાય મળી શકે છે. તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે. મન અશાંત થવાની સંભાવના છે. શરીરમાં એસિડ-પિત્તની સમસ્યા થઈ શકે છે. કોઈ સહકર્મી સાથે વિવાદનો સામનો કરવો પડી શકે છે. તમારા ખર્ચને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરવો.

કર્ક – ભૌતિક સુખાકારી પર વધુ પૈસા ખર્ચ કરશો. બિઝનેસમાં ટેક્સ વગેરે સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. લગ્નેતર સંબંધોને શક્ય તેટલા ટાળવાનો પ્રયત્ન કરવો. વ્યવસાય અંગે તમને નવા વિચાર આવી શકે છે.

સિંહ – કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટે વધારે મહેનત કરવી પડશે. સોશિયલ મીડિયાનો વ્યવસાયિક ઉપયોગ ફાયદાકારક સાબિત થશે. હવામાનના બદલાવને લીધે, તીવ્ર તાવ અને માથાનો દુખાવો થવાની સંભાવના છે. સરકારની સારી યોજનાઓનો લાભ લઈ શકાશે.

કન્યા – બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના અધ્યયનમાં અડચણ આવી શકે છે. નકારાત્મક વૃત્તિના લોકો સાથે મિત્રતા કરવાનું ટાળો. ઘરના ખર્ચમાં વધારો થવાને કારણે તમે દબાણમાં આવશો. બપોર પછી સ્થિતિ સામાન્ય રહેશે.

તુલા – સાંધા અકળાઈ જવા તથા દુખવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમારી પ્રતિભા દર્શાવવાનો દિવસ ઉત્તમ છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખામીયુક્ત થઈ શકે છે. કમિશનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ ખૂબ કાળજી લેવી. કોઈના વિચારથી અસંમતિ હોય તો પણ તેનું અપમાન ન કરો. તમારા દુશ્મનો વધી શકે છે.

વૃશ્ચિક – બેરોજગાર યુવાનોને નોકરીની તક મળી શકે છે. જૂના રોકાણથી તમને અચાનક લાભ મળશે. દિવસનો પ્રારંભિક ભાગ તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી. વિશેષ વિષયોના અધ્યયનમાં રસ જાગૃત થશે. વ્યવસાયિક યાત્રા થઈ શકે છે.

ધન – પડોશીઓ સાથેના સંબંધો બગડી શકે છે. તમારા જીવનસાથી પ્રત્યે આદરની ભાવના રાખો. ધ્યાનમાં રાખો કે તમે કહેલા કડવા શબ્દોથી પ્રિયજનોના હૃદયમાં ખલેલ પડી શકે છે. નાણાને લગતા કાર્યોમાં ઇચ્છિત પરિણામ મળશે નહીં. ભવિષ્યની યોજનાઓ અંગે ઉત્સાહ રહેશે.

મકર – તમારું વર્તન લોકો માટે પ્રેરણારૂપ બનશે. સંશોધન કાર્યમાં અપેક્ષિત સફળતાને કારણે મન પ્રફુલ્લિત રહેશે. અટકેલા કામો ઝડપથી પાર પડશે. જીવન પ્રત્યે તમારું વલણ ખૂબ સકારાત્મક રહેશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હો, તેના માટે તમારી ટીમના મેનેજમેન્ટની ખાતરી કરી લેવી.

કુંભ – સરકારી નોકરી કરતા લોકોને બોસ ઠપકો આપી શકે છે. લોકો તમારા પર બિનજરૂરી રીતે આરોપ લગાવી શકે છે. વ્યસન અને વ્યભિચારથી દૂર રહો. કામ અવરોધો સાથે આગળ વધશે. મિત્રને ઉધાર આપવું પડી શકે છે.

મીન – નવી સંપત્તિ ખરીદી શકો છો. મિત્રની મદદથી અટકેલું કાર્ય ગતિશીલ થશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ બનશે. ઉતાવળથી કાર્ય કરવાથી ભૂલો થઈ શકે છે. થાક અનુભવશો તેથી પૂરતા પ્રમાણમાં આરામ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *