જાણો કેવી રીતે બનાવશો ઈંડા વિના એકદમ સોફ્ટ ચોકલેટ કેક

ચોકલેટનું નામ સાંભળે એટલે જ બાળકો ઉત્સાહમાં આવી જાય છે. બાળકોની સૌથી પ્રિય વસ્તુ કંઈ હોય તો એ છે ચોકલેટ. ચોકલેટ બાળકોને જ નહીં બધી ઉંમરની વ્યક્તિને પસંદ હોય છે. આજે આપણે ચોકલેટ કેકની રેસિપી જાણીશું. અને હા, આ કેક આપણે ઈંડા વગર અને બજારમાં મળતી કેક જેવી જ સોફ્ટ બનાવીશું. તો ચાલો જાણી લઈએ તેની રેસિપી.

ચોકલેટ કેક બનાવવા માટેની સામગ્રી:

  • મેંદો – 1 કપ
  • કોકો પાવડર – 2 ચમચી
  • બેકિંગ સોડા – અડધી ચમચી
  • કન્ડેન્સ્ડ દૂધ – 3/4 કપ
  • બેકિંગ પાવડર – 1 1/2 ચમચી ઉપર સુધી ભરેલો
  • માખણ – 4 ચમચી
  • વેનિલા એસેન્સ – 1 ચમચી

ચોકલેટ કેક બનાવવાની રીત:

  • સૌ પ્રથમ બેકિંગ સોડા અને મેંદાને ભેગો કરીને જીણી ચારણીથી ચાળીને એક બાજુ મૂકો.
  • ત્યાર બાદ માખણ, વેનિલા એસેન્સ, કન્ડેન્સ્ડ દૂધ અને 4 ચમચી પાણી એક બાઉલમાં નાખીને સારી રીતે ગુંદી નાખો.
  • ચાણેલા મેંદાનું મિશ્રણ તેમાં નાખીને હલ્કા હાથે મિલાવી લો.
  • આ તૈયાર થયેલા લોટને કેક બનાવવાના બાઉલમાં નાખી 180 ડિગ્રીના તાપમાને 20 થી 25 મિનિટ માટે બેક કરો.
  • જ્યારે કેક બાઉલના કિનારાથી બહાર નીકળી જાય અને તેને અડવાથી સોફ્ટ લાગે ત્યારે સમજવું કે તમારી કેક તૈયાર છે.
  • બાઉલને ઉથલાવીને થપથપાવી કેકને નિકાળી લો અને તેને એક તરફ ઠંડી થવા માટે મૂકી દો.
  • ત્યાર બાદ સર્વ કરો સોફ્ટ – યમ્મી ચોકલેટ કેક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *