ચોકલેટનું નામ સાંભળે એટલે જ બાળકો ઉત્સાહમાં આવી જાય છે. બાળકોની સૌથી પ્રિય વસ્તુ કંઈ હોય તો એ છે ચોકલેટ. ચોકલેટ બાળકોને જ નહીં બધી ઉંમરની વ્યક્તિને પસંદ હોય છે. આજે આપણે ચોકલેટ કેકની રેસિપી જાણીશું. અને હા, આ કેક આપણે ઈંડા વગર અને બજારમાં મળતી કેક જેવી જ સોફ્ટ બનાવીશું. તો ચાલો જાણી લઈએ તેની રેસિપી.
ચોકલેટ કેક બનાવવા માટેની સામગ્રી:
- મેંદો – 1 કપ
- કોકો પાવડર – 2 ચમચી
- બેકિંગ સોડા – અડધી ચમચી
- કન્ડેન્સ્ડ દૂધ – 3/4 કપ
- બેકિંગ પાવડર – 1 1/2 ચમચી ઉપર સુધી ભરેલો
- માખણ – 4 ચમચી
- વેનિલા એસેન્સ – 1 ચમચી
ચોકલેટ કેક બનાવવાની રીત:
- સૌ પ્રથમ બેકિંગ સોડા અને મેંદાને ભેગો કરીને જીણી ચારણીથી ચાળીને એક બાજુ મૂકો.
- ત્યાર બાદ માખણ, વેનિલા એસેન્સ, કન્ડેન્સ્ડ દૂધ અને 4 ચમચી પાણી એક બાઉલમાં નાખીને સારી રીતે ગુંદી નાખો.
- ચાણેલા મેંદાનું મિશ્રણ તેમાં નાખીને હલ્કા હાથે મિલાવી લો.
- આ તૈયાર થયેલા લોટને કેક બનાવવાના બાઉલમાં નાખી 180 ડિગ્રીના તાપમાને 20 થી 25 મિનિટ માટે બેક કરો.
- જ્યારે કેક બાઉલના કિનારાથી બહાર નીકળી જાય અને તેને અડવાથી સોફ્ટ લાગે ત્યારે સમજવું કે તમારી કેક તૈયાર છે.
- બાઉલને ઉથલાવીને થપથપાવી કેકને નિકાળી લો અને તેને એક તરફ ઠંડી થવા માટે મૂકી દો.
- ત્યાર બાદ સર્વ કરો સોફ્ટ – યમ્મી ચોકલેટ કેક.